* પોલીસ ગુનો નોંધી ધરપકડની કવાયત હાથધરી.
* કાકડકુઇના જંગલ વિસ્તારમાં મોટરસાઇકલ ઉપર બેસાડી અમાનવીય કૃત્યને અંજામ આપવાનો પ્રયાસ.
તા.૦૮-૦૬-૨૦૨૧ નેત્રંગ.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના ખરાઠા ગામના એક ગરીબ આદિવાસી પરીવારની સગીર દીકરી કાકડકુઈ ગામમાં આવેલ વિધાપીઠમાં ધોરણ :- ૧૧ માં અભ્યાસ કરતી હતી.સગીર દીકરીને તેના જ ગામના ગણપત ઢેળીયા વસાવા અને કનુ છોટીયા વસાવા મોટરસાઇકલ ઉપર કાકડકુઇ આવીને ફોન કરીને જણાવેલ કે,તુ બહાર આવી જા મારે કામ છે,અને તુ બહાર નહીં આવે તો તારા ઘરે મમ્મી-પપ્પાને હેરાન કરીશ તેવી ધમકીઓ આપી હતી.ત્યારબાદ સગીરા બહારા આવતા તેને મોટરસાઇકલ ઉપર બેસાડી કાકડકુઇ ગામના જંગલ વિસ્તારમાં લઇ જઇને કપડા ઉતારી બળાત્કાર કરવાની કોશિશ કરતા હતા,અને છુટા પથ્થરો મારતા ભાગી ગયા હતા,અને ફરીથી મોટરસાઇકલ ઉપર બેસાડી કુંડ ગાનમાં બસ સ્ટેન્ડ ઉપર મુકીને ફરાર થઇ ગયા હતા.થોડા દિવસો બાદ તે સગીરા પોતાના ઘરેથી માતા-પિતાને કહ્યા વગર ઘરેથી જતી રહેલ હતી.તેની શોધખોળ કરતાં બે દિવસ બાદ મળી હતી.જેમાં ખરાઠા ગામના જીગ્નેશ ગેરીયા વસાવા સાથે પ્રેમસબંધ હોવાથી તે ભગાડી ગયો હતો.તેવું માલુમ પડ્યું હતું.
આ બાબતે સગીરાના માતાપિતાએ નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.નેત્રંગ પોલીસે ત્રણેય હવસખોરો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની કવાયત હાથધરી હતી.
* બોક્સ :- ફરાર ત્રણેય હવસખોર.
(૧) ગણપત ઢેળીયા વસાવા.રહે ખરાઠા તા.નેત્રંગ
(૨) કનુ છોટીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ
(૩) જીગ્નેશ ગેરીયા વસાવા રહે.ખરાઠા તા.નેત્રંગ
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.