November 21, 2024

અરેઠી ગામમાં ટ્રકમાંથી ઠલવાતો રૂ.૨૨,૬૧,૪૦૦ વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો.

Share to



* ૧૭,૨૩૨ દારૂની બોટલ,અશોક લેલન ટ્રક અને ખેપિયાને પકડી જેલભેગો કયૉ,

* બે વોન્ટેડ,ગુનો નોંધી તપાસ હાથધરી,

તા.૦૫-૦૬-૨૦૨૧ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના પોલીસતંત્રના ચોપડે નેત્રંગને અતિસંવેદનસીલ તાલુકા તરીકે ગણના થાય છે,કારણ કે નેત્રંગ તાલુકા મથકથી માત્ર ૧૪ કિમી નમૅદા જીલ્લો અને ૧૫ કિમી સુરત જીલ્લા સહિત માત્ર ૫૫ કિમી ઉપર મહારાષ્ટ્ર રાજ્યનો સરહદી વિસ્તાર શરૂ થઇ જતાં ભરૂચ,નમૅદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં દારૂની ગુનાહિત પ્રવૃત્તિઓને આસાનીથી અંજામ આપી શકાય છે.ગુનાખોરી માટે નેત્રંગને એપી સેન્ટર ગણાતું હોવાથી નેત્રંગ પો.સ્ટેશનમાં જવાબદાર પીએસઆઈ કક્ષાના અધિકારી-સ્ટાફને રાત-દિવસ ખડેપગે તૈયાર રહેવું પડે છે.

નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી અને વિજયસિંહ,મુળજીભાઇ,જગદીશભાઇ,અબ્દુલ દિવાન,રમેશભાઇ,અજીતભાઇ,જેસલભાઇ અને કાંતિભાઇ પો.કમીઁઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા.જે દરમ્યાન નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી ગામની સીમમાં અશોક લેલન ટ્રક નં :- એમએચ-૧૮-ઈ-૦૨૮૬ માંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ખાલી કરવાની ફીરાકમાં હોવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં રંગેહાથ ઝડપાયા ગયા હતા.જેમાંથી તપાસ હાથ ધરતાં ખાખી પુઠ્ઠાની આડમાં અલગ-અલગ બ્રાન્ડની દારૂ અને બીયરની બોટલ નંગ :- ૧૭,૨૩૨ જેની કિંમત ૨૨,૬૧,૪૦૦,અશોક લેલન કંપનીની ટ્રક જેની કિંમત ૧૦,૦૦,૦૦૦ સાથે દારૂની હેરફેરી કરતો ખેપિયો રસીદ હુસેન ખાન ઉ.૫૬ રહે,મનાવર તા.મનાવર જી.ધાર મધ્યપ્રદેશ રંગેહાથ ઝડપાઇ ગયો હતા.આ બાબતે નેત્રંગ પોલીસ મુદ્દામાલ,ટ્રક અને ખેપિયાને કબ્જે કરી વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકનાર બંને ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથધરી હતી.ઉલ્લેખનીય છે કે,નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણીએ મોટા જથ્થામાં વિદેશ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતાં જેના પડઘા જીલ્લા પોલીસતંત્ર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ લીધી હતી,તેવુથ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

* વોન્ટેડ ઇસમો :-

(૧) સલમાન ઝાડીયા પઠાણ રહે,મનાવર તા.મનાવર જી.ધાર મધ્યપ્રદેશ

(૨) ભાઈજાન રહે,દમણ જેનુ પુરૂ નામઠામ જણાયેલ નથી

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed