ગુજરાત રાજ્ય સહીત સમગ્ર ભારતમાં ફોસ્ફેટિક ખાતરોના ભાવમાં તોતિંગ વધારો થયો છે ફોસ્ફેટિક ખાતરોમાં વૈશ્વિક માંગ વધી છે ત્યારે ખેડૂતોના રવિ પાકના વાવેતરમાં અડચણ ન થાય તેવા સંકટ સમયે જીએસએફસી જે ખેડૂત સબ્સિડરી કંપની છે તેના અધિકારીઓ અને સરકાર વચ્ચે સંકલન થઇ ખેડૂતોને ફોસ્ફેટિક ખાતરો પોષણક્ષમભાવે અને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જીએસએફસી ઘ્વારા ફોસ્ફેટિક ખાતર ખેડૂતોને મળે તે માટે મધ્ય ગુજરાતના ખેડૂતો માટે કંપની ઘ્વારા ૮૦૦૦ થેલી ઈમ્પોર્ટ કરી તેને આઠ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ મારફતે પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા કંપનીએ કરી છે.છોટાઉદરપુર,પંચમહાલ,મહીસાગર,નર્મદા,વડોદરા,રાજપીપળા,ભરૂચ,દાહોદ જિલ્લામાં આજે કંપનીએ યોગ્ય વાહનની વ્યવસ્થા ગોઠવી કંપનીના અધિકૃત ડેપો સુધી પહોંચાડી છે.જેના કારણે ખેડૂતોને રવિ પાકના વાવેતરમાં ફોસ્ફેટિક ખાતરની ઉણપ ન રહેતા પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા જીએસએફસી કંપનીએ કરતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.રવિ પાકના વાવેતરમાં ફાસ્ફેટિક ખાતરોની અછત અન્ય જિલ્લાઓમાં વર્તાઈ છે ત્યારે જીએસએફસી કંપનીના અધિકારીઓ અને સરકારના સંકલનથી આજે મધ્ય ગુજરાતના ખેડૂતોને ખાતરની યોગ્ય વ્યવસ્થા અને વિતરણ કંપનીએ ગોઠવ્યું છે.તેમાં બોડેલીના ચલામલી ગામે જીએટીએલ ડેપોમાં ૬૦૦ થેલી ફોસ્ફેટિક ખાતરનો જથ્થો આવી પહોંચ્યો હતો જેને લઈને ચલામલી પંથકના ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી.ખેડૂતોએ જીએસએફસી ના અધિકારીઓ અને સરકારનો યોગ્ય ખાતરની વ્યવસ્થા ગોઠવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.