November 21, 2024

રંગપુર પોલીસે દેવહાટ ખાતેથી એક ઝોલા છાપ ડોક્ટર ને ઝડપી પાડ્યો મેડીકલ ડીગ્રી વિના કોરોના મહામારીમાં માનવ જાતના આરોગ્ય સાથે ચેંડા કરતો હતો

Share to

છોટાઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ દેવહાટ ગામે મેડીકલ ડીગ્રી વિના કોરોના મહામારીના સમયમાં માનવજાતના આરોગ્ય સાથે ચેંડા કરતા ઝોલાછાપ ડોક્ટરને મેડીકલ દવાઓ બી. પી. માપવાનું ઇન્સ્ટ્રુમેન્ટ થેથેસ્કોપ સાથે કૂલ 21,801 ના મુદ્દામાલ સાથે ઝોલાછાપ નકલી ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રીતસરનું દવાખાનું ખોલી મેડીકલ દવાના સ્ટોરની જેમ એલોપેથી દવા ગોઠવી માનવ જાતના આરોગ્ય સાથે ચેંડા કરતા ઝોલાછાપ ડોક્ટરને ત્યાં રંગપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એન ભુરીયા તથા પોલીસ કર્મચારીઓએ દેવહાટ મુકામે દવાખાને દરોડો પાડતા ત્યાં ટાવર ફળીયા છોટાઉદેપુરમાં રહેતા ઉપેન્દ્રસિંહ ફતેસિંહ રાઠવા રે. પુરોહીત ફળીયાના આર્ટસ સુધીનો અભ્યાસ કર્યો છે કોઈપણ મેડીકલ ડીગ્રી વિના મેડીકલની પ્રેકટીશ કરી માનવ જાતના આરોગ્ય સાથે ચેંડા કરતા હતા તેઓને રંગપુર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતા ઝોલાછાપ ડોક્ટરોમાં ફફડાટ ની લાગણી ફેલાઈ છે

અલ્ફેઝ પઠાણ છોટાઉદેપુર


Share to

You may have missed