November 22, 2024

ભારત સરકારનો મોટો નિર્ણય ૯ દેશના લોકો માટે ઈ-વિઝા બંધ

Share to



(ડી.એન.એસ.) નવી દિલ્હી, તા.૧૨
ભારત કુલ ૧૭૧ દેશને ઈ-વિઝાની સુવિધા આપતું હતું, જેમાં ચીન પણ સામેલ હતું. જાેકે, કોરોના મહામારી પછી પ્રવાસ પ્રતિબંધો હેઠળ અનેક દેશોએ ભારતીય નાગરિકોને તેમના દેશમાં આવવાની મંજૂરી આપી નથી અથવા તો વિઝાને લગતી પ્રક્રિયા ઘણી અઘરી બનાવી દીધી છે. એટલે ભારતે પણ જવાબી કાર્યવાહી હેઠળ યુ.કે. અને કેનેડા સહિત કુલ નવ દેશને ઈ-વિઝા નહીં આપવાનો ર્નિણય કર્યો છે.ચીન, હોંગકોંગ, મકાઉ સહિત નવ દેશના પ્રવાસીઓ માટે ભારતે ઈ-વિઝાની સુવિધા બંધ કરી દીધી છે. આ દેશોમાં કેનેડા, યુ.કે., ઈરાન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને સાઉદી અરેબિયા પણ સામેલ છે. જાેકે, યુ.એસ., તાઈવાન, વિયેતનામ, સિંગાપોર સહિતના વિશ્વના કુલ ૧૫૬ દેશ માટે ઈ-વિઝાની સુવિધા ચાલુ રહેશે. હમણા સુધી ભારત ચીન સહિતના કુલ ૧૭૧ દેશના લોકોને ઈ-વિઝાની સુવિધા આપતું હતું. ખાસ કરીને ચીનને લઈને ભારતનો ર્નિણય મહત્ત્વનો ગણાય છે. તેનું કારણ એ છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સરહદે સતત આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ કરી રહી છે. ૨૦૧૫-૧૬માં ભારતે ઈ-વિઝા માટે ચીનને પ્રાયર રેફરલ કેટેગરી (પીઆરસી)માંથી બહાર કાઢ્યું હતું, પરંતુ બાદમાં તેને અન્ય ૧૭૧ દેશોની યાદીમાં સામેલ કર્યું હતું. આ યાદીમાં ચીનની સાથે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સુદાન, ઈરાક અને વિવિધ દેશના શરણાર્થીઓને પણ ઈ-વિઝા અપાતા હતા. જાેકે, માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે ટ્રાવેલ પ્રતિબંધો જાહેર કર્યા ત્યારે તમામ પ્રવાસીઓ માટે ઈ-વિઝા બંધ કરાયા હતા.


Share to