November 22, 2024

પંચાયત ના વાસણો સરપંચ પોતાના ફરાસખાના મા ભાડે ફેરવતા હોવાના ગંભીર આક્ષેપ સાથે DDO ને આવેદનપત્ર આપતા રસેલા ના ગ્રામજનો

Share to

નાંદોદના રસેલા ગ્રામપંચાયત હસ્તકની સરકારી વસ્તુઓનો સરપંચ ખાનગી ઉપયોગ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ડીડીઓ ને આવેદન આપ્યું

તલાટી નિતાબેન પટેલ ને તમામ હકીકત ની જાણ હોવા છતાં મૌન હોવાનું ગ્રામજનો નો આક્ષેપ

ઈકરામ મલેક રાજપીપળા :

નાંદોદના રસેલા ગ્રામપંચાયત હસ્તકની સરકારી વસ્તુઓનો સરપંચ ખાનગી ઉપયોગ કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ડીડીઓ ને આવેદન આપ્યું છે, આવેદનમાં જણાવ્યું છે કે,રસેલા ગ્રામપંચાયત કચેરીમાં રસેલા ગ્રામપંચાયતની માલીકીના ટેબલ તથા તિજોરી કે જે રસેલા ગ્રામપંચાયત કચેરીમાં ઉપયોગમાં આવતી હતી તે તિજોરી તથા ટેબલ રસેલા ગ્રામપંચાયત સરપંચ દલપતભાઇ મંગાભાઇ વસાવા પોતાના ઘરે ઘરવપરાશ માટે લઇ ગયેલ છે.

આ બાબતની જાણ અમોએ રસેલા ગ્રામપંચાયતના તલાટી કમ.મંત્રી નીતાબેન મોકલભાઈ પટેલને ઘણી વખત મૌખીક જાણ કરી હોવા છ્તાં તલાટીએ સરપંચને આ બાબતની કોઇપણ જાણ કરી નથી, કે કોઇ પણ લેખીત નોટીસ આપી નથી. તદઉપરાંત રસેલા ગ્રામપંચાયતના માલીકીના લગ્ન તથા અન્ય પ્રસંગો માટે લાવવામાં આવેલ વાસણો જેમાં મોટા તપેલા, જથ્થાબંધ થાળીઓ,ગ્લાસો તથા અન્ય વાસણો સરપંચ દલપત મંગાભાઇ વસાવા પોતાના ઘરે રાખી અને પોતે ફરાસખાનાનો ધંધો કરતો હોય જેથી પંચાયતની માલીકીના વાસણોનું ભાડું પંચાયતમાં જમા ન કરાવતા પોતે વાપરે છે. તથા રસેલા ગ્રામપંચાયત હસ્તકનું પાણીનું ટેંન્કર પણ સરપંચ દલપતભાઇ મંગાભાઇ વસાવા પોતાના ઘર આંગણે રાખી ગેર કાયદેસર ભાડું વસુલે છે. આ તમામ બાબતની જાણ ગ્રામજનોએ ઘણી વાર તલાટી નીતાબેન મોકલભાઇ પટેલને મૌખીક જાણ કરેલ પરંતુ તલાટી દ્વારા કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા ડીડીઓ અને ટીડીઓ ને રજુઆત કરવામાં આવી છે.


Share to