બાળકો ની રમત-ગમત ની જગ્યા મા દુકાનો નું બાંધકામ અટકાવવા અરજકર્તા તડવી હિરેનકુમાર રાજેશભાઈ નાઓ એ પ્રાદેશિક કમિશનર સુરત સમક્ષ 9 મુદ્દા રજૂ કર્યા
રાજપીપળા:-ઈકરામ મલેક
રાજપીપળા પબ્લિક ગાર્ડન મા બાળકો ના રમત ગમત ના સાધનો ને તોડી હટાવી ને લીલાં છમ વૃક્ષો કાપી ને એ જગ્યા ઉપર પાલિકા એ ખાણી પીણી ની દુકાનો બનાવવા ની કામગીરી કરતા લોકો મા કચવાટ વ્યાપી ગયો છે. રાજપીપળા નગર ના યુવાન તડવી હિરેનકુમાર રાજેશભાઈ દ્વારા આ મામલે કુલ 9 મુદ્દા ને ટાંકી ને પ્રાદેશિક કમિશનર સુરત ને રાજપીપળા નગર ના બાળકો, વૃધ્ધ અને નાગરિકો ની લાગણી ને માન આપી જાહેર હિત મા દુકાનો ના બાંધકામ ની કામગીરી ને સ્થગિત કરવાની માંગણી કરાતા પ્રાદેશિક કમિશનર સુરત દ્વારા રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે આ બાબતે દિન ૭માં અહેવાલ મંગાવવામાં આવ્યો છે.
અરજ કરતા દ્વારા પ્રાદેશિક કમિશનર ને જણાવ્યું છે કે ગાર્ડન જાહેર આનંદ-પ્રમોદ માટેની જગ્યા છે અને આ જગ્યા દાતા દ્વારા દાનમાં આપેલી છે જેથી એના પર વાણિજ્ય હેતુ નું બાંધકામ અયોગ્ય છે, આ ગાર્ડનમાં પહેલાંથી એક શોપિંગ સેન્ટર બનેલું છે એમાં ઘણી બધી દુકાનો ખાલી છે ત્યારે વધુ એક શોપિંગ સેન્ટર બનાવો એ ગાર્ડનની શોભા માં ઘટાડો કરશે.
અગાઉ પણ આ જગ્યામાં શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી થતા વિરોધ કરવામાં આવ્યો હતો જેથી બાંધકામ સ્થગિત કરાયું હતું આ દુકાન નું બાંધકામ થવાથી રમત ગમત ની જગ્યા સાંકડી થઇ જશે અને ગાર્ડનમાં ગંદકી વધવાની શક્યતા રહેશે જેવા મુદ્દાઓને આવરી ને અરજકર્તા દ્વારા પ્રાદેશિક કમિશનર પાસે આ કામગીરીને અટકાવવા માટેની માગણી કરવામાં આવી હતી.
રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારીને ફોન દ્વારા આ બાબતે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે પ્રાદેશિક કમિશનર દ્વારા આ બાબતે અહેવાલ માંગવામાં આવ્યો છે, બાંધકામની જે કામગીરી છે તે ચાલુ રહેશે. અરજદાર ને આ મામલે પૂછતા તેઓ એ જણાવ્યું હતું કે જો આ કામગીરી અટકાવવા મા નહિ આવે તો મુખ્યમંત્રી સમક્ષ આ મામલે રજુઆત કરાશે. ઉલ્લેખનીય છે કે નગર નું એકમાત્ર ગાર્ડન બાળકો ના આકર્ષણ નું કેન્દ્ર હોઈ ને તેમજ ખાસ કરી ને તહેવારો મા મોટી સંખ્યા મા લોકો ફરવા માટે આવતા હોય ને ગાર્ડન નું કુદરતી સૌંદર્ય ટકી રહે એ જરૂરી પણ છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો