November 22, 2024

રાજપીપળા નગર મા ગેરકાયદેસર ફટાકડા વેચતા દુકાનદારો સામે પગલા લેવા લાયસન્સ ધારક ફટાકડા ના વેપારી મંડળ ની તંત્ર ને સલાહ!!

Share to

જિલ્લા કલેકટર નું જાહેરનામું અમલ મા હોવા છતાં લાયસન્સ વગર ફટાકડા વેચતા દુકાનદારો સામે પોલીસ નિષ્ક્રિય

રાજપીપળા:ઈકરામ મલેક

આજે રાજપીપળાના કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી, નર્મદા પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓને ઉદ્દેશીને લાઇસન્સ ધારી ફટાકડા નું વેચાણ કરતા વિક્રેતાઓ દ્વારા આવેદનપત્ર પાઠવી તંત્રનું ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી કે રાજપીપળાના લીમડા ચોક, સ્ટેશન રોડ, ગાર્ડન ની સામે એમ.વી રોડ, શાકમાર્કેટ, કસ્બાવડ વગેરે વિસ્તારોમાં ગેરકાયદેસર અને બિનઅધિકૃત જગ્યાએ લોકો ની જાહેર અવરજવર ને નડતરરૂપ થાય એ રીતે રસ્તા ના બાજુ ની ફૂટપાઠ ની જગ્યામાં વિસ્ફોટક પદાર્થો નો મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને અટકાવવા મા આવે તેવી માંગ આવેદનપત્ર આપનારાઓ એ કરી છે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાલિકા દ્વારા પબ્લિક ગાર્ડન મા જાહેર હરાજી કરી હંગામી રીતે ફટાકડાની દુકાનો ની જગ્યા ફાળવવા મા આવતી હોય છે અને બદલામાં મસ મોટી એવી રકમ વસુલવામાં આવતી હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે ગાર્ડન મા ફટાકડા વેચતા વેપારીઓ ને વેચાણ ખર્ચ વધારે થાય છે, જ્યારે રોડ સાઈડ મા લારીઓ કે સ્ટોલ ઉભા કરી ફટાકડા નું વેચાણ કરતા વેપારીઓ ને આવો કોઈ ખર્ચ લાગતો નથી કે તેમની પાસે ફટાકડા વેચવા નો કાયદેસર નો પરવાનો પણ હોતો નથી. એમા બે વાત છે, એક તેઓ સસ્તા મા માલ વેચી શકે છે અને બીજી કે એમને લાયસન્સ કે અન્ય વધારા નો ખર્ચ લાગતો નથી.

આમ આજે રાજપીપળા ફટાકડાના વેપારી મંડળ ના સભ્યો એ આવેદનપત્ર આપ્યું અને જે ભયસ્થાનો રજૂ કરવામાં આવ્યા કે જાહેરમાં જે રોડ પર અડચણ થાય છે ફટાકડા વેચે છે અને જો કંઈક કોઈ હોનારત ઘટના બને તો ગંભીર પરિણામો આવે એવા બધા જ પ્રશ્નો રજૂ કરેલા છે એ વાત બરાબર છે પણ એની પાછળ નું મૂળ કારણ છે એ હોઈ શકે કે તેઓ સામે રોડ સાઈડ ના નાના વેપારીઓ હરીફાઈ પુરી પાડી રહ્યા છે.

હવે વાત આવી તંત્ર ની તંત્ર એટલે પોલીસ વિભાગ, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી, પાલિકા વિગેરે અત્યારે જિલ્લા કલેકટર નું દિવાળીના ફટાકડા અને લઈને જાહેરનામું લાગુ છે એ જાહેરનામાનો અમલ કરવાની જવાબદારી પોલીસની છે પોલીસ પોતાની કામગીરી નથી કરી રહી એટલે ફટાકડા ના વેપારીઓના મંડળ દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હવે જોવાનું એ રહે છે કે પોલીસ મામલતદાર પ્રાંત અધિકારી આ બાબતે કેવા પગલા ભરે છે.


Share to