September 20, 2024

નેત્રંગના જવાહર બજાર વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ.

Share to




તા.૨૮-૧૦-૨૦૨૧ 


નેત્રંગ ટાઉનના જવાહર બજાર વિસ્તારમાં દીપડો દેખાતા ભય જોવા મળ્યો હતો. રાત્રીના અંધકારમાં શિકારની શોધમાં આ દીપડો ભૂલો પડ્યો હતો. 


રાત્રીના અંધકારના સમયે આ દીપડો શિકારની શોધમાં હશે ત્યારે ફરતા ફરતા જવાહર બજાર વિસ્તારમાં આવેલ માતાજી કોમ્પ્લેક્સ ની સામે રહેણાંક વિસ્તારમાં આ દીપડો લટાર મારતો હતો. રાત્રીની સમયે અવર જવર નહિ હોવાથી તે શિકારની જેમકે બકરી કુતરા જેવા કોઈ પણ શિકારની શોધમાં હતો પરંતુ કોઈ શિકાર નહિ મળતા તે આ વિસ્તારમાં ભૂલો પડ્યો હતો. વહેલી સવારે જેમ આ વિસ્તારમાં ચહલ પહલ શરૂ થતાં દીપડો પણ પોતે ગભરાઈ સલામતી માટે રહેણાંક ઘરના છાપરા પર ચડી ગયો હતો. 


સ્થાનિકોની નજર આ દીપડા પર પડતા લોકોએ પોતાના સ્માર્ટફોનમાં ફોટા પાડી સોશિયલ મીડિયામાં ફરતા કરી દીધા  હતા. જેથી લોકો આ છુટ્ટા દીપડાને જોવા ભેગા થઈ રહ્યા હતા. જેમ જેમ માનવ મહેરામણ એકઠું થવા માંડ્યું તો આ દીપડો પણ જ્યાંથી આવ્યો તો તે રસ્તે પરત ફરી ગયો હતો. આ બાબત ની જાણ વનવિભાગ નેત્રંગ ને પણ કરવામાં આવતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે આ દીપડાએ આ લોકટોળા ઉપર કોઈ પણ જાતનો હુમલો કર્યો ન હતો. વનવિભાગ નેત્રંગ દ્વારા દીપડાને પિંજરે પુરવા મારણ સાથે પીંજરું તેમજ ટ્રેક કેમેરા લગાવવામાં આવશે તેમ આર.એફ.ઓ એસ.યુ.ઘાંચી એ જણાવ્યું  હતું.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed