December 11, 2024

જુનાગઢ સાંકળીધાર હાઇવે ચેક પોસ્ટ પાસેથી નશીલા પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી જૂનાગઢ એસ.ઓ.જી.

Share to

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચના આપેલ જે અન્વયે એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ.શ્રી પી.કે ચાવડા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય

આજરોજ એસ.ઓ.જીના પો.કોન્સ. સેહીતભાઇ રામકુભાઇ ધાધલનાઓને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, “નિમેશ રમેશભાઈ ફડદુ રહે જુનાગઢ, હરિઓમનગર વાળો સફેદ કલરની કિયા કાર નં.GJ11CQ-4007 માં પ્રતિબંધિતિ નાર્કોટીક્સ ડ્રગ્સ લઈને રાજકોટ તરફથી નેશનલ હાઈવે થઈને જુનાગઢ તરફ આવનાર છે” જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવેલ હતી. વોચમાં હતા દરમ્યાન રાજકોટ તરફથી એક સફેદ કલરની કાર સાંકળીધાર ચેક પોસ્ટ તરફ આવતી જોવામાં આવતા સદર કાર બાતમી હકિકત વાળી જ હોવાની ખાત્રી થતા તુરંત જ કારને એસ.ઓ.જી. ટીમ દ્વારા કોર્ડન કરી તેમની ઝડતી કરતા સદરહુ ઇસમ પાસેથી (૧)મે ફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૬.૨૦ ગ્રામ કિ.રૂા.૬૨,૦૦૦/- તથા (૨)શંકાસ્પદ પદાર્થનો જથ્થો ૮.૬૩ ગ્રામ કિ.રૂ.૦૦/૦૦ તથા (૩)ખાલી જીપ બેગ નંગ-૧, ખાલી પ્લાસ્ટીકની કોથળી નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦, (૪)પ્લાસ્ટીકની મોટી ખાલી જીપ બેગ નંગ-૧, નાની-મોટી ખાલી જીપ બેગ નંગ- ૪, પ્લાસ્ટીકની નાની ડબ્બી નંગ-૧ કિ.રૂ.૦૦/૦૦, (૫)અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૪૦,૦૦૦/-, (૬)રોકડા રૂ.૫૧૦/-, (૭)વજન કાંટો કિ.રૂા. ૨૦૦/-, (૮)કિયા કાર નં.GJ-11-CQ-4007 કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૧,૦૨,૭૧૦/-નો મુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ કબજે કરી જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ એકટ મુજબ ગુનો રજી. કરાવેલ છે. તેમજ આગળની તપાસ ચાલુ છે.

• આરોપી(૧) નિમેષ રમેશભાઈ ફડદુ. જૂનાગઢ, હરિઓમનગર, નોબલ ફલોરા સોસાયટી, સનફલાવર બીલ્ડીંગ, બ્લોક નં.૫૦૩

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. પી.કે.ચાવડા તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા,
જીતેન્દ્રસિંહ ચૌહાણ, રવિરાજસિંહ સોલંકી તથા પો.હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ વાંક, પ્રતાપભાઇ શેખવા, પરેશભાઇ
ચાવડા, રવિકુમાર ખેર, રાજુભાઇ ભેડા, બાલુભાઇ બાલસ, તથા પો.કોન્સ વિશાલભાઇ ઓડેદરા, રોહીતભાઇ
ધાધલ, ડાયાભાઇ કરમટા, ભુપતસિંહ સિસોદીયા, કરશનભાઇ કરમટા, વિશાલભાઇ ડાંગર વીગેરે સ્ટાફ આ
કામગીરીમાં જોડાયેલ હતો.

જાહેર અપીલ જુનાગઢ જીલ્લા પોલીસ તમામ યુવાનો/વિધાર્થીઓને નશીલા પદાર્થ/ડ્રગ્સ વગેરેથી દુર રાખવા જાહેર અપીલ કરે છે.ડ્રગ્સ અને નશીલા પદાર્થનું સેવન ફકત તમને જનહી, તમારા પરીવારને પણ બરબાદ કરે છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed