તા.૧૮-૧૦-૨૦૨૧ નેત્રંગ
નેત્રંગમાં પ્રજપતિ સમાજની પ્રથમ વાર સંગઠનને લઇને બેઠક યોજાતા મોટીસંખ્યામાં જ્ઞાતિના લોકો આનંદ ઉત્સાહના માહોલમાં એકત્ર થયા હતા.
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાપતિ સમાજ (હિન્દુ કુંભાર)ના લોકો મોટીસંખ્યામાં વસવાટ કરે છે.ત્યારે ભરૂચ જીલ્લા પ્રજાપતિ સમાજ મંડળ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી કાયઁરત થયેલ છે.જેના હોદેદારો થકી સમાજના લોકો સંગઠીત થાય તે માટે પ્રમુખ અને કારોબારી સભ્યો તનતડો મહેનત કરી રહ્યા છે.જેઓ જીલ્લાના દરેક તાલુકા કક્ષાએ જઇને સમાજના લોકોમાં સંગઠન શકિત પેદા થાય અને એકજુથ થઇને કાયઁ કરે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.જેના ભાગ રૂપે ભરૂચ જીલ્લા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ધ્વારા નેત્રંગના જીનબજાર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરના ભવનમાં પ્રજાપતિ સમાજના આગેવાનોની પ્રથમવાર સંગઠનની ભાવનાને પ્રબળ બનાવવા બેઠક યોજાઇ હતી.જેમા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના ભાઇઓ,બહેન એ આનંદ ઉત્સાહના માહોલમાં ભાગ લીધો હતો.આ બેઠકમાં અનેક મુદાઓ સહિત શિક્ષણ ના માધ્યમ અને ખેલકુદમાં સમા ના બાળકો આગળ વધે તે બાબત પર ખાસ ભાર મુકવામા આવ્યો હતો.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો