પ્રતિનિધિ / સતીશ વસાવા / દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા
ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા વિસ્તારમાં ઉભરાતી ગટર લાઇનની સમસ્યા મુદ્દે ગામની સ્થાનિક મહિલાઓએ પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યો હતો… ઝઘડિયા ના જૂના પેટ્રોલપંપ પાછળના વિસ્તારમાં બે મહિના ઉપરાંતથી ગટર લાઈનો ઉભરાઈ રહી છે, જેનું પ્રદુષિત પાણી લોકોના ઘર આંગણા સુધી પહોંચે છે અને રોગચાળો ફેલાય તેવી દેહસ્ત ઉભી થઈ છે ત્યારે સ્થાનિકો દ્વારા ઉભરાતી ગટરલાઈન ના મુદ્દે વારંવાર પંચાયત માં સરપંચ ને પણ અનેક રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં નહી આવતાં આજરોજ નગરની મહિલાઓએ રણચંડી બની પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યો હતો અને સૂત્રો ચાર કર્યા હતા…
ત્યારબાદ ગામના ઉપસરપંચ અને તલાટી આનંદ ફાંણદ માં સ્થળ પર દોડી આવ્યા હતાં જ્યાં નગરની મહિલાઓ તેમનો ઘેરાવો કરી ઉગ્ર રજુઆત કરી હતી અને પંચાયતના ડેપ્યુટી સરપંચની હાજરીમાં જ સરપંચની ” હાય હાયના ” નારા મહિલાઓએ બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ત્યારે નગર ની અનેક સમસ્યા અંગે હવે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ઉભરાતી ગટર લાઇનનું સમારકામ કરી કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે પછી “હમ ના સુધરે હે ના સુધરેંગે “ની સ્થિતિ રહેશે તે તો આવનારો સમય જ બતાવશે….
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો