November 22, 2024

અરજદારો દ્વારા માહિતી કાયદા હેઠળ માંગેલ માહિતી ના આપવાની કુટેવ થી ટેવાયેલા તલાટી કમ મંત્રીઓ….અરજદારો દ્વારા માહિતી કાયદા હેઠળ માંગેલ માહિતી ના આપવાની કુટેવ થી ટેવાયેલા અધિકારીઓ ….

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

ઝઘડિયાના દુમાલા વાઘપુરાના તલાટીએ સરકારી ગ્રાન્ટ સહિત ની અન્ય માહિતી ન આપતા અરજદાર દ્વારા માહિતી કમિશનરને અપીલ….

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુ:માલા વાઘપુરાના રહીશ અજયભાઈ ચુનીલાલ વસાવાએ ગત તારીખ 15-06-2021 ના રોજ ગ્રામ પંચાયત દુ:માલા વાઘપુરા પાસે ગ્રામપંચાયત તરફથી છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં કરેલ વિકાસના કામો અને તેના ખર્ચ સહિતની તથા સરકારી અનુદાન 14 અને 15 માં નાણાપંચ સહિત અન્ય ગ્રાન્ટ ની વિગતવાર માહિતી માંગી હતી.. જેમાં દુમાલા વાઘપુરાના તલાટી દ્વારા માહિતી સમયસર નહીં આપતા અને ગલ્લા તલ્લા કરી સમય વેડફી રહ્યા હોવાનો કહ્યું હતું તેની સામે મદદનીશ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રી સામે પ્રથમ અપીલ અન્વયે ત્રણ સુનાવણી રાખવામાં આવેલ હતી…

આ સુનાવણી દરમિયાન પ્રથમ અપીલ અધિકારીએ તા.06/ 09/21 ના રોજ હુકમ કરી મદદનીશ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રી દુમાલા વાઘપુરાને પંદર દિવસમાં માંગેલ માહિતિ મોકલી આપવા હુકમ કરેલ હતો, તેમ છતાં અરજદારને કોઈ જાત ની માહિતી આપવામાં આવી ન હતી અને હું બહાર છું,ઝેરોક્ષ કઢાવાની છે જેમતેમ બહાના બનાવતા અપીલ અધિકારીએ કરેલા હુકમ મુજબ કાયદાનું અમલીકરણ ન કરી આજદિન સુધી કોઈ માહિતી ન મળવાથી અરજદાર અજય ચુનીલાલ વસાવાએ આખરે મુખ્ય માહિતી કમિશનર ગુજરાત માહિતી આયોગ ગાંધીનગરને બીજી અપીલ કરી હતી . અરજદારે મુખ્ય માહિતી કમિશનર પાસે માંગ કરી હતી કે માંગેલ માહિતી જાહેર રેકર્ડની હોય તેમ છતાં કોઇ માહિતી ન આપવા સામે તાકીદે સુનાવણી રાખી માહિતી મળે તેવો આદેશ કરવો. માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલ અરજી બાબતે કોઈ કાર્યવાહી ન કરી અરજદારને સામાજિક અને આર્થિક નુકસાન થયુ હોવાનું અર્જકરતા દ્વારા જણાવાયું હતું…. અધિકારી દ્વારા પોતાની ફરજમાં નિષ્કાળજી દાખવનાર જવાબદાર અધિકારી સામે પણ રીતસર કાયદેસરની કાર્યવાહી કરીને જરૂરી પગલાં ભરી આદેશ કરવાની માંગ અરજદારે માહિતી કમિશનર ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દ્વારા કરી હતી…

#DNSNEWS


Share to