DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેશનલ હાઈવે નં.૪૮ (જુનો ને.હા.નં.૪૮) ના વડોદરા-ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ

Share to


૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શુક્રવારઃ- નેશનલ હાઈવે નં.૪૮ (જુનો ને.હા.નં.૪૮) ના વડોદરા-ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE (ભરૂચ થી વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ) જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપેરીંગ જરૂરી છે. જેથી બ્રીજ રીપેરીંગ અર્થે બંધ કરી ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનોને વડોદરા થી ભરૂચ તરફ આવતાં હોઈ હાઈવે પર ડાયવર્ટ કરી નેશનલ હાઈવે નં.૪૮ (જુનો ને.હા.નં.૪૮) ના વડોદરા-ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર વાહનોની અવર-જવર માટે બંધ કરવો આવશ્યક જણાય છે.
જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સતાની રૂ એ તા.૦૪-૧૦-૨૦૨૧ થી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધી દિન-૦૫ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં.૪૮ (જુનો ને.હા.નં.૪૮) ના વડોદરા-ભરૂચ સેકશન કિ.મી. ૧૦૮/૭૦૦ થી ૧૯૨/૦૦૦ ઉપર વરેડીયા પાસે આવેલ ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ વાહનો માટે સદંતર બંધ કરવા હુકમ કરવામાં આવેલ છે.
સદર રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો થી ભરૂચ આવતાં બ્રીજ/હાઈવે પર ડાયવર્ટ કરવા.
પ્રોજેક્ટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ-વે લી., એ ભરૂચ થી વડોદરા તરફ જતાં તથા વડોદરા થી ભરૂચ તરફ અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ/હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરવાની રહેશે એમ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે. – ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ –


Share to

You may have missed