DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ઝઘડીયા પોલીસ સ્ટેશનના ગુનાનો ફરાર આરોપી નેત્રંગના ઝરણા ગામે થી ઝડપાયો

Share to



આરોપી ચોરીના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી પોલીસ પકડ થી દુર રહી નાસતો ફારતો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ઝરણા ગામનો દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા નામનો ઇસમ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ચોરીના ગુના હેઠળ છેલ્લા પાંચ મહિના થી પોલીસ પકડ થી દુર રહીને નાસતો ફરતો હતો ઉચ્ચ અધિકારીઓ તરફ થી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મળેલ સુચના અંતર્ગત નેત્રંગ પી.એસ.આઈ એન.જી.પાંચાણીને બાતમી મળી હતી કે ઉપરોક્ત નાસતો ફરતો આરોપી ઝરણા ગામે તેના ઘરે હાજર છે પોલીસે મળેલ બાતમી મુજબ આરોપીના ઘરે ઝરણા ગામે છાપો મારીને તેને ઝડપી લીધો હતો આ આરોપી ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુનામાં નાસતો ફરતો હોવા ઉપરાંત નેત્રંગ,ડેડીયાપાડા અને બોડેલી કોર્ટનો નોન બેલેબલ વોરંટનો આરોપી હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ નેત્રંગ પોલીસે આ આરોપીને હસ્તગત કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી


Share to

You may have missed