તા.૨૯-૦૯-૨૦૨૧ નેત્રંગ,
નેત્રંગ તાલુકામાં આવેલ કુપ ગામના જંગલમાંથી મળી આવેલ બાળ કપિરાજને નેત્રંગ વનવિભાગ દ્વારા ૯૦ દિવસથી વધારે સમયથી સારવાર આપી સાજો કરાયું.
નેત્રંગ તાલુકાના પૂર્વ અને ઉત્તર દિશામાં ખૂબ ગાઢ જંગલ છે.આ જંગલમાં વાંદરા,સસલા,હરણ,ઝરખ,દીપડા,શિયાળ જેવા ઘણા વન્યપ્રાણીઓ વસવાટ કરે છે.પરંતુ આ પ્રાણીઓ દિવસે ગાઢ જાળી ઝરખામાં પડી રહે છે.
ત્યારે નેત્રંગ વનવિભાગ ની ટમી કુપના જનગલમાં ગઈ હતી છે દરમિયાન જંગલમાં ફરતા-ફરતા એક ૧૨ માસના બાળ કપિરાજ પર નજર પડી હતી. જે બાળ કપિરાજ ઘાયલ જણાઈ આવતા નેત્રંગ વનવિભાગની ટિમ દ્વારા તેને નેત્રંગ વનવિભાગ કચેરી ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો.
જે બાળ કપિરાજને ગળાના ભાગે કોઈક કારણોસર રબરબેન્ડ ફસાઈ જતા સમયાંતરે એ રબડબેન્ડ પર પ્લાસ્ટિક વિટડાવવા લાગતા તે ભાગ તેમજ બાળ કપિરાજના ગળાના ભાગે સડો લાગવાનું શરૂ થઈ ગયું હતું. તેમજ ગળાના ભાગે આવેલ નળીઓ પણ ચોટવા માડી હતી. જેથી બાળ કપિરાજને ખાવા-પીવા પણ મુશ્કેલ પડતી હતી.
નેત્રંગ વનવિભાગ દ્વારા બાળ કપિરાજને લાવી રબરબેન્ડ કાપી સારવાર કરવામાં આવી હતી. બાદમાં દારોજ વનવિભાગ નેત્રંગના રવીરાજસિંહ ગોહિલ સાથે આ બાળ કપિરાજ હડીમડી ગયું હતું. જેથી તેઓ દ્વારા સતત તેને દવા લાવવી સાજું કર્યું
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો