સુરત:મંગળવાર: પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી. પોલીસના જણાવ્યા અનુસાર તા.૧૭/૦૮/૨૦૨૧ ના રોજ રહે ઘર નં.૧૩૮, રણછોડ નગર, ભાઠેનામાં રહેતા ૧૭ વર્ષીય માનસી જયેશભાઈ રાણા ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૨ ફૂટ છે. કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા ઉધના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
અમરોલીમાં રહેતા ૨ વર્ષીય ક્રિષ્ના સુરેશભાઈ ભાલીયા લાપતા
સુરત:મંગળવાર: પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૧૪/૦૮/ર૦ર૧ ના રોજ રહે બિ.નં.૩૦૦/એ/૧૯, કોસાડ આવાસ, અમરોલીમાં રહેતા (મૂળવતન:મોરંગી, તા:રાજુલા, જિ:અમરેલી) સુરેશભાઈ ભાલીયાના ૨ વર્ષીય પુત્ર ક્રિષ્નાભાઈ ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૨.૦ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
સચીન જી.આઈ.ડી.સી.માં રહેતા ૪૬ વર્ષીય ગોળા પ્રધાન ગુમ થયા છે.
સુરત:મંગળવાર: પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૨૩/૦૮/ર૦ર૧ ના રોજ રહે. પ્લોટ નં.એ-૭૮,સિધ્ધી ગણેશ ટાઉનશિપ, પેટ્રોલપંપની સામે, તલંગપુર રોડ, સચીન જી.આઈ.ડી.સી.માં રહેતા (મૂળવતન:બેણાકુંડા, જિ:ગંજામ (ઓરિસ્સા)) ૪૬ વર્ષીય ગોળા ખાદ્લ પ્રધાન ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૫ ફૂટ છે. તેમણે શરીરે બ્લુ કલરનો શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા સચીન જી.આઈ.ડી.સી. પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
અમરોલીથી ગુમ થયેલાં જાનવીબેન સોલંકીની ભાળ મળે તો જાણ કરશો
સુરત:મંગળવાર: પોલીસ કમિશનર કચેરી ડી.સી.બી.ના જણાવ્યા અનુસાર તા.૨૩/૦૮/૨૦૨૧ ના રોજ રહે.બી/૨/૧૦૧,સ્વીટ હાઉસ, રજવાડી પાર્ટી પ્લોટની પાછળ, અમરોલીમાં રહેતા (મૂળવતન:બામણગામ, તા:આંકલાવ, જિ:આણંદ) નિલેશભાઈ સોલંકીના ૨૨ વર્ષીય પુત્રી જાનવીબેન ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૦ ફૂટ છે. તેમણે શરીરે ગ્રીન કલરનું ટી-શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો