તા.૨૬-૦૯-૨૦૨૧ નેત્રંગ
નેત્રંગ તાલુકાના બે સ્થળોએ થયેલ પાણીની મોટરની ચોરીઓનો ભેદ ઉકેલાયો હતો.
નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી.પાંચાણી પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ ગુના હેઠળ ચોરાયેલ પાણીની મોટર સહિતનો મુદ્દામાલ કંબોડીયા ગામના દિનેશભાઇ વેસ્તાભાઇ વસાવા અને નરેશભાઇ ઉકડભાઇ વસાવાએ નરેશ વસાવાના ઘરે સંતાડી રાખેલ છે.નેત્રંગ પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે છાપો મારતા સ્થળ ઉપરથી નરેશભાઇ ઉકડભાઇ વસાવા અને દિનેશભાઇ ઉર્ફે ભાંગીયો વેસ્તાભાઇ વસાવા બન્ને રહે.કંબોડીયા તા.નેત્રંગ ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.પોલીસે કંબોડીયા ગામના આંગણવાડી કેન્દ્ર અને નેત્રંગ ટાઉનના આદિવાસી પછાત વર્ગ વિકાસ મંડળના કમ્પાઉન્ડમાંથી ચોરાયેલ પાણીની સબમર્સીબલ મોટર નંગ ૨ તેમજ ૨૦૦ ફુટ જેટલો કેબલ વાયર મળીને કુલ રુ.૨૨૮૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસની આ કાર્યવાહી દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નંધાયેલ બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો