November 22, 2024

આજ રોજ વાલિયા તાલુકાની મુલાકાત દરમ્યાન તાલુકાના આગેવાનો દ્વારા વાલીયા તાલુકાના વિકાસને લગતા તથા રોજગારીને લગતા નીચે મુજબના પ્રશ્નોની ચર્ચા સર્કિટ હાઉસ, વાલીયા ખાતે કરવામાં આવી.

Share to



(૧) વાલીયા તાલુકામાં અનુસૂચિત જનજાતિ અંગેના પ્રમાણપત્રો સમયસર મળતા નથી તથા તેના કારણે આદિવાસી લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

(૨) તદુપરાંત વાલીયા તાલુકા તથા ઝઘડીયા તાલુકાનો હીરાપોર ગામને જોડતો રસ્તો તથા વાલીયા તાલુકા થી સિલુડી ગામને જોડતો રસ્તો તથા વાલીયા થી વાડી ગામ સુધી જોડતો રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે.

(૩) વાલીયા તાલુકા તથા ઝઘડીયા તાલુકામાં આવેલી કેટલીક કંપનીઓમાં સ્થાનિક લોકોને રોજગારી તથા નોકરીમાં રાખવામાં આવતા નથી તથા જે લોકો કંપનીમાં કામ કરે છે, તેઓને ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે તથા તેઓનું ખૂબ જ શોષણ કરવામાં આવે છે તથા કંપનીઓનું દુષિત અને ગંદુ પાણી ગેરકાયદેસરરીતે ખુલ્લામાં છોડવામાં આવે છે. તેનું નિરાકરણ કરવા બાબત.

ઉપરોક્ત તમામ પ્રશ્નોને સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવશે. પરંતુ આગેવાનોને પણ જણાવ્યું કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો જે લોકોએ ખોટી રીતે મેળવ્યા છે, તે લાખોની સંખ્યામાં છે, તો સાચા આદિવાસીઓને ન્યાય મળે અને ખોટા લોકોના પ્રમાણપત્રો રદ કરવા માટે સરકારે એક ગાઈડ લાઈન (નિયમો) બનાવ્યા છે. જેના આધારે પ્રમાણપત્ર આપનાર અધિકારીઓ આદિવાસી હોવા અંગેના પુરાવાની માંગણી અને ચકાસણી કરે છે. જેમાં સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યો તથા તાલુકા પંચાયતના સભ્યો, પક્ષના આગેવાનોએ સહકાર આપવો, વહીવટીતંત્ર આદિવાસીના હીતમાં કામ કરી રહ્યું છે અને હું પણ કલેકટરશ્રી તથા રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ અને જાતિ અંગેના પ્રમાણપત્રો સમયસર મળવા જોઈએ તથા જે પ્રમાણપત્રો મેળવવામાં મુશ્કેલીઓ પડે છે તે દૂર કરી સરળતાથી પ્રમાણપત્રો મળે તેવી હું સરકારશ્રીમાં રજૂઆત કરીશ.

આ મિટિંગમાં મારી સાથે વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેવન્તૂભાઈ વસાવા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી બળવંતભાઈ વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અલ્પેશભાઈ વસાવા તથા વાલીયા તાલુકાના ઉપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહભાઈ વસાવા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to