નેત્રંગ તાલુકા તલાટી મંડળે તેઓની માંગણીઓને લઇ નાયબ કલેક્ટર , ટીડીઓ , મામલતદારને આવેદનપત્ર પાઠવી આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચારી હતી. રાજ્ય તલાટી મંડળે તેમની જૂની ૧૧ જેટલી માંગણી નહીં સંતોષાતાં આગામી દિવસોમાં સરકાર સામે લડત આપવા કાર્યક્રમો જાહેર કર્યા છે. જે ભાગ રૂપે આજ રોજ રાજ્ય તપાટી મંડળની સૂચના મુજબ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ નોંધાવ્યો હતો.
આજ રોજ એટલે કે તારીખ 20 સપ્ટેમ્બર 2021 ના રોજ નેત્રંગ તાલુકા સેવા સદન ખાતે પોતાની પડતર માગણીઓ અને પંચાયત તલાટી અને રેવન્યુ તલાટી ના પગાર ધારા ધોરણ માં વિસંગતતા અને અગાઉ રાજ્ય સરકારે તલાટીઓની માગણીઓ પૈકી માન્ય બે માગણીઓના પરી પત્રમાં વિસંગતતા બાબતનો વિરોધ પ્રદર્શન કરવા કાળી પટ્ટી ધારણ કરી અને રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર આગામી સમયમાં માંગ ન સ્વીકારાય તો જિલ્લાકક્ષાએ રાજ્યકક્ષાએ અન્ય કાર્યક્રમની જાહેરાત કરી હતી.
પડતર માંગણીઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પોતાના મોબાઈલમાંથી સરકારી આફિસો કે અધિકારીઓ કર્મચારીઓ સાથે જોડાયેલા તમામ વોટ્સએપ ગ્રુપ દૂર કર્યા હતાં તેમજ વોટ્સએપના માધ્યમથી કોઇપણ જાતની માહિતી કે જવાબ તાલુકા કે જિલ્લા કે અન્ય ઓફિસોને વ્યક્તિગત પણ અપાશે નહીં . તા.૨૦ મીએ તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી. તા.ર૭ મીએ પેન ડાઉન કાર્યક્રમ અને તા .૧ લીએ તમામ તલાટીઓ સીએલ મૂકી સ્થાનિક તાલુકા કચેરીએ બેનર સાથે દેખાવ કરશે તથા તે દિવસથી તમામ પ્રકારની ઓનલાઇન કામગીરી તથા મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરાશે . તા.૭મી ઓક્ટોબરે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તમામ તલાટીઓ એક દિવસનાં ધરણાં કરશે અને તેમ છતાં પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાળનું એલાન જાહેર કરાશે .
:- ભાસ્કરભાઈ વસાવા, તલાટી મંડળ પ્રમુખ નેત્રંગ
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો