November 22, 2024

સ્ટાર અંગ્રેજી માધ્યમ શાળા અંકલેશ્વર : પોષણમાસ અંતર્ગતપોષણ વાટિકા અને ઓઝોન ડે ઉજવણી

Share to


0 0 0 0 0 0 0 0 0
ભરૂચઃ શુક્રવાર :- તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સ્ટાર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અંકલેશ્વરમાં પોષણ વાટીકા ઉભી કરવા માટે વિવિધ પ્રકારના બીજનું એક અઠવાડિયા અગાઉથી રોપા તૈયાર કરવા માટે આયોજન થયું હતું. ઓઝોન દિવસની ઉજવણી સાથે ડૉ. સંગીતાબેન મિસ્ત્રી શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચના હસ્તે પોષણ વાટિકા તૈયાર કરવા માટે શાળાની ઇકો ક્લબ ટીમને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતું તથા વિદ્યાર્થીઓ માટે શાકભાજી અને વિવિધ ઔષધિઓ વિષય પર પોસ્ટર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળામાં પોષણ વાટિકા તૈયાર કરવા માટે મદદનીશ શિક્ષણ નિરીક્ષકો શ્રી વિપુલકુમાર ગોહિલ અને શ્રી કલ્પેશભાઈ પરમારના હસ્તે ઔષધિઓ રોપવામાં આવ્યા હતા. ડૉ. સંગીતાબેન મિસ્ત્રીએ શાળાના આચાર્યશ્રી શહેનાઝબેન સિદ્દીકીને અભિનંદન પાઠવ્યા હતા અને આ કામગીરી સાથે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના પોષણક્ષમ આહારની કીટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અર્પણ કરી હતી. આ પ્રવૃત્તિથી શાળાના વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર અને પર્યાવરણના જતન અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવાનું જ્ઞાન મળ્યું તથા વિદ્યાર્થીઓએ પર્યાવરણના સંવર્ધન માટે પ્રતિજ્ઞા લીધી હતી એમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share to