November 22, 2024

હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો. જે .જે. રાવલનો સેમિનાર ગોઠવાયો

Share to


હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો જે જે રાવલનો સેમિનાર યોજાયો હતો.ડો રાવલે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય સાધતા જણાવ્યું કે કૃષ્ણે જેમ રાસ રમીને પરિભ્રમણનું મહત્વ સમજાવ્યું તેમ સૌર પરિવાર પણ સૂર્યને પરિભ્રમણનું મહત્વ સમજાવે છે.આકાશગંગા અને તારામંડળની ડોક્યુમેન્ટ્રી પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી.


અત્રે એ ઉલ્લેખનીય છે કે ખગોળશાસ્ત્રી ડો જે જે રાવલની જન્મભૂમિ પણ હળવદ જ છે અને આજે ૭૮ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવા ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય સાથે પીપીટી સાથે ખડેપગે વક્તવ્ય આપે છે.તાજેતરમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયમાં ભારતના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ડો જે જે રાવલનુ વ્યાખ્યાન અને સૌરમંડળ અંગે સેમિનાર યોજાયો હતો જેમાં ડો જે જે રાવલ સાહેબે ભારતીય સંસ્કૃતિના વેદ ઉપનિષદના મંત્રો અને વિજ્ઞાનના સિદ્ધાંતોનું તુલનાત્મક વિષયવસ્તુ સમજાવ્યું હતુ આથી ખગોળશાસ્ત્રમાં ગુજરાતમાં આવેલ ઇસરોના યોગદાન વિશે જાણી વિદ્યાર્થીઓ ગૌરવાન્વિત થયા હતા.

પાર્થ વેલાણી


Share to