DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ચેતના સંસ્થા દ્વારા ઝગડિયા ખાતે સંચાલિત ૧૦ ઘોડિયા ઘર ખાતે 8 માર્ચના રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ચેતના સંસ્થા દ્વારા ભરૂચ જીલ્લાના ઝગડીયા ખાતે સંચાલિત ઘોડિયા ઘર પ્રોજેક્ટ અંતર્ગત 10 ગામોમાંથી 09 ગામમાં 8 માર્ચનાં રોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગોવાલી, મોરતલાવ, સુલતાનપુરા, શાંતિનગર, ખર્ચી ભીલવાડા, સરદારપુરા, ગુમાનપુરા, દધેડા અને લીમેટનો સમાવેશ થાય છે. આ ઉજવણીમાં કુલ 131 મહિલાઓ અને 53 કિશોરીઓએ ઉત્સાહભરી હાજરી આપી હતી. આ સાથે આંગણવાડી બહેનો અને ખુશાલી સેહત પ્રોજેક્ટની ટીમ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ હાજર રહેલ દરેક મહિલાઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ આંતરાષ્ટ્રીય મહિલા દિવસના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. તેમજ સ્ત્રી પુરુષ સમાનતા વિષે પણ વાત કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે મનોરંજક રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લીંબુ-ચમચી અને સંગીત ખુરશી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રમતમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર અને વિજેતા બહેનોને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વાલીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘોડિયા ઘર પ્રોજેક્ટની બહેનોએ પણ સમર્પણ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.આ કાર્યક્રમ દ્વારા મહિલાઓ અને કિશોરીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો અને તેઓને પોતાનું મહત્વ સમજવામાં મદદ મળી હતી.


Share to