જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જિલ્લા ઇન્ચા.પોલીસ વડા શ્રી બી.યુ.જાડેજા સાહેબનાઓ* દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭* મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે._
જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૪ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ સોનાની વિંટી,મોબાઇલ ફોન તથા રોકડ સહિતનું બેગ, અગત્યના સામાનની થેલી, રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું મળી કુલ કિંમત રૂ. ૭૦,૮૦૦/- નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_
(૧) અરજદાર રઘુરામભાઇ હરીયાણીનું સોનાની વિંટી,મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનું રૂ. ૫૪,૫૦૦/- ની કિંમતનું ખોવાયેલ પાકીટ શોધી પરત અપાવેલ.*_
અરજદાર રઘુરામભાઇ ગંગારામભાઇ હરીયાણી જામનગરના વતની હોય અને જૂનાગઢ ફરવા આવેલ હોય રઘુરામભાઇ ઓટો રિક્ષામાં બેસી ભવનાથથી બસ સ્ટેશન તરફ જતા હોય તે દરમ્યાન તેમનું રૂ. ૫૪,૫૦૦/- ની કિંમતનું પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે પાકીટમાં ૫ ગ્રામની સોનાની વિંટી અંદાજીત કિં.રૂ. ૪૦,૦૦૦/-, રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો Redmi કંપનીનો A2 મોબાઇલ ફોન, ૪,૫૦૦/- રૂપીયા રોકડ હોય, રઘુરામભાઇ બસ સ્ટેશન જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ તથા રઘુરામભાઇ જે ઓટો રિક્ષામાં બેસેલ હોય તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ પાકીટ કે ઓટો રિક્ષા મળી આવેલ નહિ. તે પાકીટમાં સોનાની વિંટી તથા મોબાઇલ ફોન જેવી કિંમતી વસ્તુ હોય જેથી પાકીટ ખોવાતા રઘુરામભાઇ તથા તેમનો પરીવાર ખૂબ વ્યથીત થઇ ગયેલ પોતે જામનગરથી ફરવા આવેલ હોય અને આવી રીતે સોનાની વિંટી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનું રૂ. ૫૪,૫૦૦ ની કિંમતનું પાકીટ કેવી રીતે શોધવું જે બાબતથી તેઓ ચિંતીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા રઘુરામભાઇ ભવનાથથી ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા* રઘુરામભાઇનું સોનાની વિંટી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનું રૂ. ૫૪,૫૦૦/- ની કિંમતનું પાકીટ પડતું જણાય આવેલ ના હોય ત્યારબાદ નેત્રમ શાખા દ્વારા રઘુરામભાઇ જે ઓટો રિક્ષામાં બેસી બસ સ્ટેશન ખાતે ગયેલ તે ઓટો રિક્ષાના રજી નં. GJ-11-UU-0491 શોધેલ જે આધારે તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા રઘુરામભાઇનું સોનાની વિંટી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનું રૂ. ૫૪,૫૦૦/- ની કિંમતનું પાકીટ ઓટો રિક્ષામાં જ હોવાનું જણાવેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા ઓટો રીક્ષા ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ અને કોઇની વસ્તુ મળે તો નજીકના પો.સ્ટે. ખાતે જમા કરાવવા સમજ કરેલ._
રઘુરામભાઇ હરીયાણી દ્વારા સોનાની વિંટી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનું રૂ. ૫૪,૫૦૦/- ની કિંમતનું પાકીટ ગણતરીની કલાકોમાં શોધી આપવા બદલ માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરવામાં આવેલ.
અરજદાર બળવંતસિંહ વાઘસિંહ રાઠોડનો રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ ViVO કંપનીનો મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ
અરજદાર બળવંતસિંહ વાઘસિંહ રાઠોડ માણસા ગાંધીનગરના વતની હોય અને ટ્રાવેલ્સ ચલાવી પોતાનું તથા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય બળવંતસિંહ જૂનાગઢ ખાતે પોતાની ટ્રાવેલ્સમાં યાત્રાળુઓને લઇ ભાડુ કરવા માટે આવેલ હોય બળવંતસિંહ પોતાની ટ્રાવેલ્સ દાતાર ચોક ખાતે પાર્ક કરી ત્યાંથી જતા હોય તે દરમ્યાન તેમનો રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ ViVO કંપનીનો મોબાઈલ ફોન ત્યાં પડી ગયેલ હોય બળવંતસિંહે પાર્કિંગ તથા ટ્રાવેલ્સમાં તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિં તે મોબાઇલ ફોનમાં તેમના જરૂરી ડેટા સેવ કરેલ હોય બળવંતસિંહ મધ્યમવર્ગીય પરીવારમાંથી આવતા હોય તે મોબાઇલ ફોનની કિંમત રૂ. ૧૦,૦૦૦/- તેમના માટે ખૂબ વધારે હોય ખોવાયેલ મોબાઇલ ફોન કેવી રીતે શોધવો જે બાબતથી બળવંતસિંહ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા બળવંતસિંહે જે જગ્યાએ ટ્રાવેલ્સ પાર્ક કરેલ હોય તે જગ્યાના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા ચેક કરતા* બળવંતસિંહનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ViVO કંપનીનો મોબાઈલ ફોન દાતાર ચોક ખાતે પાર્કિંગમાં પડેલ હોવાનું CCTV માં જણાય આવેલ નેત્રમ શાખા દ્વારા રૂબરૂ જઇ તપાસ કરતા બળવંતસિંહ વાઘસિંહ રાઠોડનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ViVO કંપનીનો મોબાઈલ ફોન મળી આવેલ. આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર બળવંતસિંહ વાઘસિંહ રાઠોડનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો ViVO કંપનીનો મોબાઈલ ફોન તાત્કાલીક શોધી પરત અપાવેલ.
(૩) અરજદાર સબીરભાઇ હસનભાઇ મોદીની રૂ. ૩,૩૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ*_
અરજદાર સબીરભાઇ હસનભાઇ મોદી જૂનાગઢના રહેવાસી હોય. સબીરભાઇ પોતાની બાઇક લઇ કોર્ટ ક્રોસથી જેલ રોડ તરફ જતા હોય તે દરમ્યાન તેમની બાઇકમાં રાખેલ રૂ. ૩,૩૦૦/- ની કિંમતના સામાનની થેલી રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે થેલીમાં ૨ જોડી કપડાં તથા અન્ય જરૂરી સામાન હોય સબીરભાઇ જેલ રોડ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ થેલી મળી આવેલ નહિં. થેલી કેવી રીતે શોધવી?? જે બાબતથી સબીરભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હોય નેત્રમ શાખા દ્વારા સબીરભાઇ મોદી કોર્ટથી જેલ તરફ જવા માટે જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા* સબીરભાઇના રૂ. ૩,૩૦૦/- ની કિંમતના સામાનની થેલી કોર્ટ ક્રોસ રોડ આગળ તેમની બે થેલીઓ બાઇકમાંથી પડતી સીસીટીવીમાં જોવા મળેલ ત્યારબાદ ત્યાંથી પસાર થતા એક અજાણ્યા ઓટો રીક્ષા ચાલક દ્વારા થેલીઓ ઉઠાવી લેવાનુ CCTV માં સ્પષ્ટ નજરે પડેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા ઓટો રીક્ષા ચાલકનો આાગળનો સમગ્ર રૂટ ચેક કરી તે ઓટો રીક્ષાનો રજી.નં. GJ-25-V-6516 શોધેલ. તે અજાણ્યા ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા થેલીઓ તેમની પાસે હોવાનુ જણાવેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા ઓટો રીક્ષા ચાલકને ઠપકો પણ આપવામાં આવેલ અને કોઇની વસ્તુ મળે તો નજીકના પો.સ્ટે. ખાતે જમા કરાવવા સમજ કરેલ._
આમ અરજદાર સબીરભાઇ હસનભાઇ મોદીની રૂ.૩,૩૦૦/- ની કિંમતના સામાનની થેલીઓ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.*_
(૪) અરજદાર ગોપાલભાઇ નારણભાઇ બંધીયાનું રૂ. ૭૦૦/- રોકડ, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૩,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ બેગ શોધી પરત અપાવેલ*_
અરજદાર ગોપાલભાઇ નારણભાઇ બંધીયા જૂનાગઢના રહેવાસી હોય. ગોપાલભાઇ બાઉદીન કોલેજથી ઓટો રિક્ષામાં બેસી મધુરમ તરફ જતા હોય મધુરમ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ ગોપાલભાઇને માલુમ થયેલ કે તેમનું રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય જે બેગમાં રૂ. ૭૦૦/- રોકડ, આધારકાર્ડ, પેન ડ્રાઇવ,૨ જોડી કપડાં તથા અન્ય જરૂરી સામાન હોય. ગોપાલભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ ઓટો રિક્ષા મળી આવેલ નહી તે પેન ડ્રાઇવમાં ગોપાલભાઇનો અગત્યનો ડેટા હોય જેથી પેન ડ્રાઇવ તથા બેગ મળવું તેમના માટે ખૂબ જરૂરી હોય ખોવાયેલ બેગ કઇ રીતે શોધવું જે બાબતથી ગોપાલભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા ગોપાલભાઇ બંધીયા મધુરમ તરફ જવા માટે જે ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી* ગોપાલભાઇનું રૂ. ૭૦૦/- રોકડ, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૩,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ બેગ જે ઓટો રિક્ષામાં ભુલાયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી નં. GJ-02-YY-0316 શોધેલ. જે આધારે તે ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ_
આમ અરજદાર ગોપાલભાઇ બંધીયાનું રૂ. ૭૦૦/- રોકડ, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૩,૦૦૦/- ની કિંમતનું બેગ તાત્કાલીક શોધી પરત અપાવેલ..
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી*_અરજદાર રઘુરામભાઇ હરીયાણીનું સોનાની વિંટી,મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતનું રૂ. ૫૪,૫૦૦/- ની કિંમતનું ખોવાયેલ પાકીટ*_
_અરજદાર બળવંતસિંહ વાઘસિંહ રાઠોડનો રૂ.૧૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ ViVO કંપનીનો મોબાઈલ ફોન*_
_અરજદાર સબીરભાઇ હસનભાઇ મોદીની રૂ. ૩,૩૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી*_
_અરજદાર ગોપાલભાઇ નારણભાઇ બંધીયાનું રૂ. ૭૦૦/- રોકડ, અગત્યના ડોક્યુમેન્ટ્સ તથા અન્ય જરૂરી સામાન મળી રૂ. ૩,૦૦૦/- ની કિંમતનું ખોવાયેલ બેગ*_
શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને ૪ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ સોનાની વિંટી,મોબાઇલ ફોન તથા રોકડ સહિતનું બેગ, અગત્યના સામાનની થેલી, રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું બેગ મળી કુલ કિંમત રૂ. ૭૦,૮૦૦/- નો મુદ્દામાલ શોધી પરત આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…_
જૂનાગઢ જીલ્લા ઇન્ચા. પોલીસ વડા શ્રી બી.યુ.જાડેજા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ૪ અરજદારોના ગુમ થયેલ ૪ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ સોનાની વિંટી,મોબાઇલ ફોન તથા રોકડ સહિતનું બેગ, અગત્યના સામાનની થેલી, રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટ્સનું બેગ મળી કુલ કિંમત રૂ. ૭૦,૮૦૦/- નો મુદ્દામાલ પરત કરેલ હતો.
સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, વિક્રમભાઇ જીલડીયા, સુખદેવભાઇ કામળીયા, પાયલબેન વકાતર, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર નિતલબેન મહેતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ






More Stories
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગના થવા નજીકથી ટેન્કરમાં લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો
હુમલો કરનાર બુટલેગરનું ઘર તોડી પડાયું
જૂનાગઢ ડુંગરપુર વિસ્તારના “પ્રોહી બુટલેગર” શાહરૂખ નુરમહમદભાઈ કુરેશી અને, ગાંધીગ્રામ વિસ્તારના બુટલેગર” અજય ગોગનભાઈ ભારાઈ ને પાસા કાયદા હેઠળ અનુડમે સેન્ટ્રલ જેલ, અમદાવાદ તથા લાજપોર, સુરત ખાતે ધકેલતી જૂનાગઢ, કાઈમ બ્રાન્ચ