લાઠીના ઉધોગપતિ શ્રી મનજીભાઈ ધોળકીયાની સહાયથી આને લોકફાળાથી લાઠીના પ્રજાના પીવાનાં પાણીની સમસ્યાથી છુટકારો મેળવવા અધ્યતન ડેમનુ નિમાૅણ થયેલ છે જેના કારણે શહેર અને બાજુના ખેત વિસ્તારમાં પાણીના તળ બાર મહિના ઉંચા રહે છે.
છેલ્લા એકાદ વર્ષથી જ્યાં ગામમાં પાણી વિતરણ કરવાનો અને મુખ્ય મથક છે તેની પાછળના ભાગે ગાંડી વેલ આખા એરીયામા પથરાયેલી છે.સરકાર ઉત્સવો કરવામાં લાખો રૂપિયા બગાડે છે પણ ભાજપ શાસિત પાલીકા કે જવાબદાર તંત્રને આ મેઈન રસ્તાની ગંદકી નજરમાં આવતી નથી.
જાણવા મળેલ હકીકત મુજબ કોઈ વ્યક્તિએ મજુરો રાખી સફાઈ કરવાની ઓફર પણ કરેલ પરંતુ પાલીકા તંત્ર દ્વારા કોઈને મલાય મેળવવાની લાલચમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તે પણ પ્રાદેશિક કચેરી ખાતે મંજૂરી માટે મોકલેલ હોય તેમ માહિતી પ્રાપ્ત થયેલ છે.તંત્ર વહેલી તકે ધ્યાન નહીં આપે તો પાણી બગડશે સાથે આજુબાજુના વિસ્તારમાં રોગચાળાને પણ નોતરી રહ્યા છે.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો