જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તનકરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે. *_
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇંટોલ કરવામાં આવેલ સીસીટીવીમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે. અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.
ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એન.એચ.શીરોયા સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા ૫ અરજદારોના અલગ-અલગ વિસ્તારમાં ગુમ થયેલ કિંમતી સામાન તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂ. ૪૧,૫૦૦/- નો મુદામાલ* વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_
(૧) અરજદાર અશ્વીનભાઈ જગદીશભાઇ વસંતનો રૂ.૨૧,૦૦૦/- ની કિંમતનો oppo કંપનીનો F27 ખોવાયેલ મોબાઈલ ફોન શોધી પરત અપાવેલ*_
અરજદાર અશ્વીનભાઈ જગદીશભાઇ વસંત ધોરાજીના વતની હોય અને મોડર્ન પરોઠા હાઉસ કાળવા ચોક ખાતે કામ કરતાં હોય તે દરમ્યાન તેમનો રૂ.૨૧,૦૦૦/- ની કિમતનો oppo કંપનીનો F27 મોબાઈલ ફોન* ખોવાઇ ગયેલ હોય. અશ્વીનભાઈ પરોઠા હાઉસમાં તમામ જગ્યાએ તપાસ કરેલ પરતું મોબાઈલ ફોન મળી આવેલ નહી. અશ્વીનભાઈ પારોઠા હાઉસમાં કામ કરી પોતાનું તથા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય મોબાઈલ ફોન મળવો તેમના માટે ખૂબ જરૂરી હોય મોબાઈલ ફોનમાં તેમના જરૂરી ડેટા સેવ કરેલ હોય મોબાઈલ ફોન કેવી રીતે શોધવો જે બાબતથી અશ્વીનભાઈ વ્યથીત થઇ ગયેલ હોય નેત્રમ શાખા દ્વારા 8વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા ચેક કરતા* અશ્વીનભાઈનો રૂ. ૨૧,૦૦૦/- ની કિમતનો oppo કંપનીનો F27 મોબાઈલ ફોન પરોઠા હાઉસમાં નાસ્તો કરવા આવેલ એક અજાણ્યા વ્યક્તિને મળેલ હોય તેવું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા વ્યક્તિનો આાગળનો સમગ્ર રૂટ ચેક કરી તે અજાણ્યા વ્યક્તિને શોધી પૂછપરછ કરતાં મોબાઈલ ફોન તેમની પાસે હોવાનું જણાવેલ નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા વ્યક્તિને ઠપકો પણ આપવામાં આવેલ અને કોઇની વસ્તુ મળે તો નજીકના પો.સ્ટે. ખાતે જમા કરાવવા સમજ આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર અશ્વીનભાઈ વસનનો રૂ.૨૧,૦૦૦/- ની કિમતનો oppo કંપનીનો F27 મોબાઈલ ફોન* તાત્કાલીક શોધી પરત અપાવવા બદલ ડી.વાય.એસ.પી. શ્રી એન.એચ.શિરોયા સાહેબને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરેલ. તથા નેત્રમ શાખાની ટીમને પણ મોબાઈલ ફોન શોધવા માટે કરેલ અથાક પ્રયત્નથી પ્રભાવીત થઇ નેત્રમ શાખાની સમગ્ર ટીમને આભાર વ્યક્ત કરેલ._
(૨) અરજદાર જલ્પેશભાઇ છોટાલાલભાઇ સોલંકીની રૂ ૬,૦૦૦/- ની કિંમતની ખોવાયેલ કપડાની થેલી શોધી પરત અપાવેલ*_
અરજદાર જલ્પેશભાઇ છોટાલાલભાઇ સોલંકી જૂનાગઢનાં વતની હોય અને અંબીકાચોકમાં ભારત પાવર લોન્ડ્રી નામની દુકાન ચલાવતા હોય. જલ્પેશભાઇએ પોતાના એક ગ્રાહકની રૂ. ૬,૦૦૦/- ની કિંમતની કપડાની થેલી ભુલથી બીજા ગ્રાહકને આપી દિધેલ હોય.* જલ્પેશભાઇએ તે ગ્રાહકનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંપર્ક થઇ શક્યો નહિ. ગ્રાહકને તેમના રૂ. ૬,૦૦૦/- ની કિંમતના કપડાની થેલી કેવી રીતે પરત આપવી? જલ્પેશભાઇ લોન્ડ્રીની દુકાન ચલાવી પોતાનું તથા પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય. રૂ. ૬,૦૦૦/- તેમના માટે ખૂબ વધારે હોય જેથી જલ્પેશભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા જલ્પેશભાઇ સોલંકીએ જે વ્યક્તિને ભુલથી રૂ. ૬,૦૦૦/- ની કિંમતની કપડાની થેલી આપેલ હોય તે વ્યકિનો ભારત લોન્ડ્રીથી આગળનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી* ચેક કરી તે વ્યક્તિ જે બાઇક પર આવેલ હોય તે બાઇકના રજી.નં. GJ-01-BU-3493 શોધેલ. જે આધારે તે બાઇક ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછપરછ કરતા જલ્પેશભાઇની રૂ. ૬,૦૦૦/- ની કિંમતની કપડાની થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર જલ્પેશભાઇની રૂ. ૬,૦૦૦/- ની કિંમતની કપડાની થેલી ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.*_
(૩) અરજદાર અલ્તાફભાઈ હાસમની રૂ.૧૦,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ*_
અરજદાર અલ્તાફભાઈ મહમદભાઈ હાસમ જૂનાગઢના વતની હોય. અલ્તાફભાઈ જરૂરી કામ સબબ ધોરાજી ગયેલ હોય જૂનાગઢ પરત ફરતા સમયે અલ્તાફભાઈની રૂ. ૧૦,૦૦૦/- ની કિમતની સામાનની થેલી બસમાં જ ભુલાઈ ગયેલ હોય જે થેલીમાં ડ્રેસના કાપડ હોય* અલ્તાફભાઈએ થેલી શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ થેલી મળી આવેલ નહીં કાપડની કીમત રૂ. ૧૦,૦૦૦/- અલ્તાફભાઈ માટે ખૂબ વધારે હોય જેથી તે થેલી મળવી તેમના માટે જરૂરી હોય જેથી અલ્તાફભાઈ ખૂબ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા અલ્તાફભાઈ હાસમ જે બસમાં જૂનાગઢ આવેલ હોય તે બસનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી* અલ્તાફભાઈ જે બસમાં પોતાની રૂ. ૧૦,૦૦૦/- ની કિમતની સામાનની થેલી ભૂલી ગયેલ હોય તે બસના રજી ન. GJ-18-Z-7282 શોધેલ આમ નેત્રમ શાખા દ્વારા અલ્તાફભાઈની રૂ. ૧૦,૦૦૦/- ની કિમતની સામાનની થેલી તાત્કાલીક શોધી પરત અપાવેલ *_
(૪) અરજદાર લક્ષ્મણભાઇ વાઘેલાની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ*_
અરજદાર લક્ષ્મણભાઇ જયંતીલાલ વાઘેલા અમદાવાદના વતની હોય તથા જૂનાગઢ ખાતે ફરવા આવેલા હોય લક્ષ્મણભાઇ ભવનાથ ખાતે શેરનાથ બાપુના આશ્રમે ગયેલ હોય તે દરમ્યાન તેમની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી ખોવાયેલ હોય.* જે થેલીમાં ૩ જેકેટ તથા અન્ય જરૂરી સામાન હોય. લક્ષ્મણભાઈ ફરીથી શેરનાથ બાપુના આશ્રમ ગયેલા પરંતુ થેલી મળી આવેલ નહીં. થેલી કેવી રીતે શોધવી જે બાબતથી લક્ષ્મણભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ. નેત્રમ શાખા દ્વારા શેરનાથ બાપુના આશ્રમના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા* લક્ષ્મણભાઇની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી એક અજાણ્યા વ્યક્તિ ભુલથી લઈને જતાં હોય તેવું CCTV સ્પષ્ટ નજરે પડેલ ત્યારબાદ તે અજાણ્યા વ્યક્તિનો આગળનો સમગ્ર રૂટ ચેક કરતાં તે અજાણ્યા વ્યક્તિ ફોરવહીલ લઈને જતાં હોય તેવું જાણવા મળેલ જે આધારે તે ફોરવહીલના રજી.ન. GJ-03-KP-7025 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે અજાણ્યા ફોરવહીલ ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતાં તે થેલી તેઓ અજાણતા લઈ ગયેલ હોય તેવું જણાવેલ આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર લક્ષ્મણભાઇ વાઘેલાની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી શોધી પરત અપાવેલ.*_
(૫) અરજદાર સંજયભાઇ કાન્તીભાઈ મીથીયાની રૂ.૧,૫૦૦/- ની કિમતના સામાનની ખોવાયેલ થેલી શોધી પરત અપાવેલ*_
અરજદાર સંજયભાઇ કાન્તીભાઈ મીઠીયા જુનાગઢના વતની હોય અને તેમના બહેન લગ્ન પ્રસંગમાં જવા માટે મધુરમથી ઓટો રિક્ષામાં બેસી લોઢીયાવાડી તરફ જતા હોય. તે દરમ્યાન તેમની રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય* જે થેલીમાં ચણીયા ચોલી હોય સંજયભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને ઓટો રિક્ષા મળી આવેલ નહીં થેલી કેવી રીતે શોધવી જે બાબતથી સંજયભાઇ વ્યથીત થઇ ગયેલ નેત્રમ શાખા દ્વારા સંજયભાઇ મધુરમથી જે ઓટો રિક્ષામાં આવેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી* સંજયભાઇ જે ઓટો રિક્ષામાં પોતાની રૂ. ૧,૫૦૦/-ની કિંમતના સામાનની થેલી ભૂલી ગયેલ હોય તે ઓટો રિક્ષાના રજી નં GJ-01-BU-3493 શોધેલ. નેત્રમ શાખા દ્વારા તે ઓટો રિક્ષા ચાલાકનો સંપર્ક કરી પૂછપરછ કરતાં તે થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ નેત્રમ શાખા દ્વારા અરજદાર સંજયભાઇ મીથીયાની રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનની થેલી ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી*_
અરજદાર અશ્વીનભાઈ જગદીશભાઇ વસનનો રૂ.૨૧,૦૦૦/- ની કિમતનો oppo કંપનીનો F27 મોબાઈલ ફોન તથા*_
અરજદાર જલ્પેશભાઇ છોટાલાલભાઇ સોલંકીની રૂ ૬,૦૦૦/- ની કિંમતની કપડાની થેલી તથા*_
અરજદાર અલ્તાફભાઈ હાસમની રૂ.૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનીની થેલી તથા*_
અરજદાર લક્ષ્મણભાઇ વાઘેલાની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની થેલી*_
અરજદાર સંજયભાઇ કાન્તીભાઈ મીથીયાની રૂ.૧,૫૦૦/- ની કિમતના સામાનની થેલી*_
_શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને તમામ ૫ અરજદારોને તેમનો કિંમતી સામાન તથા મોબાઈલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી કિંમતી સામાન તથા મોબાઈલ ફોન શોધી આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો…_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ૫ અરજદારોનો ગુમ થયેલ કિંમતી સામાન તથા મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂ. ૪૧,૫૦૦/- નો મુદામાલ પરત કરેલ હતો..*_
આ કામગીરી કરનાર પી.એસ.આઇ. શ્રી પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઈ મેઘનાથી, હરસુખભાઈ સિસોદીયા, તરૂણભાઈ ડાંગર, જાનવીબેન પટોળીયા, મિત્તલબેન ડાંગર, એન્જીનીયર રિયાઝભાઈ અંસારી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
*સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો એ તાળાબંધી કરતા શિક્ષણ વિભાગ માં દોડધામ*
જુનાગઢ મયારામ આશ્રમ પાસે થયેલ ઘરફોડચોરી ના આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી એ.ડીવીઝન પોલીસ
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે અનુસંધાને સંવેદનશીલ વિસ્તારમાં “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવનું આયોજન કરી કુલ ૨૫૧ ઇસમો વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી