*ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મિલેટ વાનગીઓના પુસ્તકનું વિમોચન કરાયું*
ભરૂચ- શનિવાર – વાલીયા તાલુકામાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાલીયા ખાતે તાલુકા ખેતીવાડી વિભાગ અને તાલુકા વહીવટી તંત્ર દ્નારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોને ઘર આંગણે ખેતીની આધુનિક તજજ્ઞતાઓની તથા સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓની માહિતિ મળી રહે અને તે થકી તેમનું ખેત ઉત્પાદન અને આવક વધે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તેવા શુભ આશયથી ગુજરાત સરકારશ્રી દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરી રહી છે.
ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું સ્થળ ઉપર નિરાકરણ, ખેડૂતો અને વૈજ્ઞાનિકશ્રીઓ/અધિકારીશ્રીઓ વચ્ચે મુકત મને ખેતીના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા તેમજ સરકારશ્રીની કૃષિ વિકાસલક્ષી નિતિ, ખેડૂતોની મહેનત અને સમગ્ર વહીવટીતંત્રની જહેમતથી સમગ્ર દેશમાં ૧૦ % કરતાં વધુ કૃષિ વિકાસ દર સાથે રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે.
આ કાર્યક્રમમાં રોટાવેટર,પ્લાઉ તેમજ કલ્ટીવેટર સાઘન સહાય મંજુરીપત્રક તથા પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ તથા વાલીયા એસ.બી.આઈ બેંક દ્વારા મુદ્રા લોન,કિશાન ક્રેડીટ કાર્ડ વિષે સ્ટોલ ઉભા કરી માહિતી આપવામાં આવી હતી. સરકારશ્રીની વિવિઘ યોજનાનાની જાણકારી મળે તે હેતુથી તાલુકાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટના ૧૬ જેટલા સ્ટોલ પ્રદર્શન હેતુ માટે ઉભા કરાયા હતા.
આ પ્રસંગે, વાલીયા તાલુકાના પ્રમુખ શ્રીમતી સીતાબેન વસાવા, ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ વસાવા, અધ્યક્ષશ્રી કારોબારી સમિતિ કિરણભાઈ સોલંકી, અધ્યક્ષશ્રી સામાજીક ન્યાય સમિતિ સુકવંતીબેન વસાવા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી અલ્પેશકુમાર વસાવા, મામલતદારશ્રી શ્રધ્ધાબેન, તાલુકા વિકાસ અધિકારી શ્રી વૈશાલીબેન, વરિષ્ટ વૈજ્ઞાનિક શ્રી ડો. બી.એમ. પાઠક, ડો. નીરજકુમાર, સામાજિક આગેવાનો, ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
જૂનાગઢમાં આવનાર નાતાલ 31ના તહેવારોને લઈને જુનાગઢ પોલીસની મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેવા 151 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી
જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાએ પોલિયો દિવસે દરેક બાળકોને અચૂક પોલીયો પીવડાવવા અપીલ કરી
*ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો* ***