December 10, 2024

જૂનાગઢમાં આવનાર નાતાલ 31ના તહેવારોને લઈને જુનાગઢ પોલીસની મેગા સર્ચ ઓપરેશન ડ્રાઇવ  ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેવા 151 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

Share to

જૂનાગઢ શહેર અને જિલ્લામાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવ દરમિયાન ૨૫૧ ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી

ગામી સમયમાં આવનાર તહેવારો (નાતાલ 31 )ને ધ્યાને રાખી તથા કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લામાં જયાં શંકાસ્પદ ઇસમો/અસામાજિક તત્વો કે ગુનેગારોની બેઠક હોય અને મહદઅંશે ગેરકાયદેસર પ્રવૃત્તીઓ થતી હોવાની સંભાવના હોય તેવા સ્થાનો જેવા કે, પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ પર પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૭/૧૨/૨૦૨૪ ક:૧૮.૦૦ થી ક.૨૩.૦૦ સુધી પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ પર “મેગા સર્ચ ઓપરેશન” દ્વારા ડ્રાઇવની કામગીરી કરાવવામાં આવી હતી.

જૂનાગઢ શહેર તથા તાલુકા વિસ્તારમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુધ્ધ કડકાઇ અને મક્કમાતાથી કાર્યવાહી કરનાર પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓ બારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ ઉપર “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ

જે અન્વયે જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાંક પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને જયાં શંકાસ્પદ ઇસમો/અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક થતી હોય તેવી જગ્યાઓ ઉપર વિસાવદર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રોહિત કુમાર, જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા, જુનાગઢ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.એચ.સીરોયા, કેશોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠકકર, તથા માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી. કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશનનાં થાણા અધિકારીશ્રીઓ દ્વારા અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓ ઉપર “મેગા સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ પોલીસ અધિકારી/
કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ અને બોડીવોન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લામાં પાનના ગલ્લાઓ, “ચા” ની કીટલી, ઇંડાની લારીઓ અને અસામાજિક તત્વોની ઉઠક-બેઠક વાળી જગ્યાઓનું “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવ દરમ્યાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે

કરેલ કાર્યવાહીનંબર પ્લેટ વગરના તથા આર.ટી.ઓ. માન્ય નંબર પ્લેટ ન હોય, સીટ બેલ્ટ વગરના તથા ત્રિપલ સવારી વાળા વાહનકેસો ૮૩

ચાલકો વિરૂધ્ધ કરવામાં આવેલ કેસો
ર કાળા કાચવાળા વાહનો વિરૂધ્ધ કરેલ કેસો કેસો ૩૭
પીધેલા/ડ્રગ્ઝ લીધેલ ઇસમો વિરૂધ્ધ
કેસો -૨૬એમ.વી.એક્ટ ૧૮૫ મુજબ (નશો કરી વાહન ચલાવનાર વિરૂધ્ધના કેસો)કેસો- ૮

૫ હથિયાર સાથે G.P.Act-135 (છરી-ચપ્પાવિગેરે હથિયાર બંધી જાહેરનામા ભંગના કેસો)
BNS-281-285 M.V.A२०७ ५४५ (८८डीऽने ४२ता)કેસો ૪તેમજ પુર ઝડપે વાહન હોકનાર વિરૂધ્ધના કેસો) ૩૪

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કરેલ કેસો ૧૮
અટકાયતી પગલા BNSS-126, 128, 129, પ્રોહિ. ૯૩,પકડ વોરંટ વિગેરે કેસો ૧૧
અન્ય સરકાર તરફે ગુનાઓ ઓસ્પ્લોઝીવ, હથિયારધારા, એન.ડી.પી.એસ., પ્રોહિબિશન વિગેરે
કેસો-૪
“મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવ દરમિયાન જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કુલ ૨૫૧ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ- રૂ.૩૭,૧૦૦ દંડ વસુલ કરવામાં આવેલ.

આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન નિર્દોષ અને સામાન્ય નાગરીકોને પરેશાની ન થાય તેની તકેદારી અને પાનના ગલ્લા, ચાની કીટલી, ઇંડાની લારીનો વ્યવસાય કરનાર સારા લોકોને ગેરવ્યાજબી કનડગત ન થાય તથા નિર્દોષ યુવક-યુવતીઓ વિરૂધ્ધ ગેર વ્યાજબી કાર્યવાહી ન થાય તે અંગે વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે. માત્ર શંકાસ્પદ ઇસમો, અસામાજિક તત્વો અને ગુનેગારો તથા કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જુનાગઢ જિલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જુનાગઢ પોલીસ કટીબધ્ધ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to