December 10, 2024

પુત્રને બચાવવા માટે જંગલી દીપડા સામે પિતા એ બાથ ભીડી, મોતના મુખ માંથી પુત્રને બચાવ્યો

Share to

તિલકવાડાના ખાટા આસિત્રા ગામે દીપડાએ 5 વર્ષ ના બાળક ઉપર જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાઓ

નર્મદા જિલ્લામાં દીપડાઓ દ્વારા લોકો ઉપર સીધા હુમલાના બનાવો વધતા, લોકો મા ફફડાટ વ્યાપી ગયો

ઈકરામ મલેક દ્વારા : રાજપીપળા

પ્રાપ્ત વિગતો અનુસાર 6 ડિસેમ્બર ની સાંજે તીલકવાળાના ખાટા આસિત્રા ગામે ખેતર માં પાણી જોવા ગયેલા પિતા પુત્ર પૈકી 5 વર્ષીય બાળક સ્મિત ઉપર દીપડાએ હુમલો કરી ખેંચી જવાની ઘટના સામે આવતા તિલકવાડા તાલુકા મા ફરી એકવાર જંગલી દીપડાઓ નો આતંક સામે આવ્યો છે.

ખેતર ના શેઢા ઉપર થી પસાર થતા પિતા પુત્ર ઉપર ક્યાંક થી આવી ચડેલા દીપડા એ 5 વર્ષ ના સ્મિત ને ડોક ના ભાગે પકડી ને ખેંચી જતા બાળકના પિતા મુકેશભાઈ બારીયા એ દીપડાનો પીછો કરી દીપડા સાથે બાથ ભીડી પોતાના બાળક ને દીપડાના મોઢા માંથી બાળકને છોડાવી લઈ બુમાં બુમ કરતા નજીક ના ખેતરોમાં કામ કરતા લોકો દોડી આવતા દીપડો નાસી ગયો હતો.

ત્યારે લોહી નિગરતી હાલતમાં બાળક ને લઈ તેના પિતા ઘરે પરત ફરતા સમગ્ર ગામ મા દીપડા ના હુમલા ને કારણે ફફડાટ વ્યાપી ગયો હતો, 108 દ્વારા ઇજા પામેલ બાળક ને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં બાળક ની સારવાર ચાલી રહી છે, પણ દીપડા ના હુમલા ના કારણે બાળક ભય અને આઘાત હેઠળ હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.

ત્યારે આ અગાઉ પણ તિલકવાડા તાલુકાના અલવા અને ગરુદેસ્વર તાલુકાના ચીન કુવા ગામે દીપડા એ કારણ વગર હુમલો કરી બે મહિલાઓ ના જીવ લઈ લીધાની ઘટના તાજી જ છે, ત્યારે ખેતરમાં કામ કરતા ખેડૂત આલમમાં હવે વધુ ચિંતા વ્યાપી ગઈ છે, અને વન વિભાગ ની ઠાલી કામગીરી સામે લોકોમાં રોષ વધી રહ્યો છે.

ફોટો: ઇજાગ્રસ્ત બાળક સ્મિત મુકેશ ભાઈ બારીયા

ફોટો: દીપડા સામે બાથ ભીડનાર મુકેશભાઈ બારીયા


Share to