December 10, 2024

*ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો* ***

Share to

*ભરૂચ ખાતે આયોજિત રવિ કૃષિ મેળામાં પધારેલા ધરતીપુત્ર જંશવતસિંહ પઢીયારએ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો*
*****
*ખેડૂતોને સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ, ફાર્મર રજીસ્ટ્રી અને પાક નુકશાની જેવી તમામ યોજનાના લાભો વિશે ખેડૂતોને માહિતગાર કરાયા*
***
ભરૂચ – શનિવાર- ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં રવિ કૃષિ મેળાઓ યોજાયા. જે પૈકી ભરૂચ જિલ્લામાં પણ નવ તાલુકાઓમાં રવિ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને ભરૂચ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે, ધારાસભ્ય અને ઉપસ્થિત વિવિધ મહાનુભવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયના ચેક વિતરણ કરાયા હતા.
રવિ કૃષિ મેળામાં પધારેલા સિંધોત ગામના ધરતીપુત્ર જશવંતસિંહ ગેમલસિંહ પઢીયારએ પણ પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “હું છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. મને ખેતીવાડી અધિકારીશ્રીઓ આત્મા વિભાગના અધિકારીશ્રીઓનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે. રવિ કૃષિ મહોત્સવમાં હું ઉપસ્થિત રહ્યો, જેમાં મને ઘણું શીખવા મળ્યું. આ કાર્યક્રમમાં મને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.”
જંશવતસિંહ પઢીયારએ વધુમાં જણાવ્યું હતું, “પ્રાકૃતિક કૃષિ તરફની આ સફરમાં મારો મુખ્ય ધ્યેય એ જ છે કે આપણું જીવન પ્રકૃતિમય બને અને આપણે કેમિકલમુક્ત ખોરાક ખાઈએ તેમજ અન્ય લોકોને પણ કેમિકલમુક્ત ખોરાક આપીએ. પ્રાકૃતિક કૃષિ દ્વારા આપણે આપણાં ધરતી માતાને બચાવવાના નિર્ધાર સાથે હું આ ખેતી કરી રહ્યો છું. જમીનમાં જો કેમિકલ નહીં નાંખીએ તો જ જળસંચય એટલે કે જળનું સિંચન થશે, પ્રાકૃતિક કૃષિ દ્વારા આપણે આપણું જીવન પણ બચાવીએ અને ધરતી માતાનો પણ રક્ષણ કરીએ તેઓ મારો સૌ ખેડૂત મિત્રોને અનુરોધ છે.”


Share to