November 22, 2024

રાજપીપલામાં કરજણ નદીમાં મહાજાળ નાંખી ગેરકાયદેસર માછીમારી વિષે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રીની સ્ષ્ટતા

Share to



રાજપીપલા, સોમવાર:- નર્મદા જિલ્લાના રાજપીપલામાં આવેલા કરજણ નદીમાં મહાજાળ નાંખી ગેરકાયદેસર માછીમારી અંગે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે રાજપીપલાના મત્સ્યોદ્યોગ અધિક્ષકશ્રી તરફથી સ્ષ્ટતા કરતાં જણાવાયું છે કે, આ બાબતે જાગૃત નાગરિક ધ્વારા રજુઆત કરતાં, સંબંધિત વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી મત્સ્યોદ્યોગ ખાતાના અધિકારી ધ્વારા હાથ ધરવામાં આવતા આવી કોઇ પ્રવૃત્તિ જણાવ્યા સ્થળ પર થતી હોય તેવું જણાયેલ નથી. તેમજ સ્થાનિક માછીમારોને પણ આ બાબતે પુછપરછ કરતા કોઇ તથ્ય જણાયેલ નથી. જાગૃત નાગરિકને મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિમાં વપરાતી વિવિધ જાળો વિશે પુરતું જ્ઞાન ન હોવાના કારણે સાદી જાળને મહાજાળ સમજી લીધેલ હોય તેવુ જણાય છે. તેમજ કરજણ નદીની હાલની પરિસ્થિતિ જોતા તેમા માછલી પકડવાની મહાજાળ ઓપરેટ થઇ શકે તેવી કોઇ શક્યતા રહેલી નથી, જેથી ઉક્ત અખબારી અહેવાલમાં કોઇ ત્થય જણાતું ન હોવાનું વધુમાં જણાવાયું છે.

૦૦૦૦


Share to