ઃ
—–
સુરતઃ સોમવારઃ- સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા એગ્રો પ્રોસેસિંગ યુનિટનુ વન, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનાના લાભાર્થીઓને હુકમોનું વિતરણ કર્યું હતું.
આ વેળાએ મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, એગ્રો પ્રોસેસીગ યુનિટથકી ખેતપેદાશોનુ ગ્રેડીંગ, પ્રોસેસીંગ અને વેલ્યુએડીશન થવાથી ખેડૂત પરિવારોની આવકમાં વધારો થશે. આ યુનિટમાં સોયા પ્રોસેસીંગ યુનિટ, રાઈસ મીલ, આટા મેકીંગ પ્લાન્ટ તેમજ દાલમીલ થકી એગ્રો પ્રોડક્ટનુ વેલ્યુએડીશન કરવામાં આવશે. જેમાં સોયાબીનમાંથી સોયાસોસ અને સોયાપનીર, ડાંગરમાંથી ચોખા તથા તુવેરમાંથી તુવેર દાળનુ પ્રોસેસિંગ તેમજ ધઉ,મગ,અડદ જેવા તમામ પ્રકારના અનાજ કઠોળનું ગ્રેડીંગ કરવામાં આવશે. જેનાથી ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને તેમના ખેતીપાકનુ વધુ વળતર મળશે તેમજ લોકો સુધી ગુણવત્તા યુકત પ્રોડક્ટ પહોંચશે. જેનાથી ઉમરપાડા, માંગરોળ, માંડવી,, સેલંબા, વાલિયા, નેત્રંગ અને ડેડીયાપાડામાં વસતા હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. સ્થાનિક ૫૦ લોકોને સીધી રોજગારી મળતી થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સરકાર ખેડુતોની આવક ડબલ કરવાના અથાગ પ્રયાસો કરી રહી છે. ખેડુતો માટે કિસાન સુર્યોદય યોજનાથકી દિવસે વિજળી, સાત પગલા કૃષિ કલ્યાણના જેવી યોજનાઓથકી ખેડુતોના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે. આદિવાસી ખેડુતો માટ છેલ્લા પંદર વર્ષમાં બે લાખ વીજ કનેકશનો, ૨૦૦ જેટલા ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યા છે. ઉમરપાડા તાલુકાને સિંચાઈની સગવડ મળી રહે તે માટે ૭૫૦ કરોડના ખર્ચની યોજનાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે જેથી આગામી સમયમાં ઉમરપાડા તાલુકો નંદનવન બનશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ વેળાએ એ.પી.એમ.સી.કોસંબાના ચેરમેનશ્રી દિલીપસિંહ રાઠોડે કહ્યું કે, ખેડુતોને તેમની ખેતપેદાશોના સારામાં સારા ભાવો મળી રહે તે માટે પ્રોસેસીગ યુનિટ આદિવાસી ખેડુતો માટે આર્શિવાદરૂપ બનશે. મંત્રીશ્રી ગણપતભાઈની દિર્ધદ્રષ્ટિના પરિણામે માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં વિકાસકામો પુરપાટ ઝડપે થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ઉમરપાડા APMCના ચેરમેન શ્રી શ્યામસિંગભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક ડબલ કરવાના આશયથી સરકાર દ્વારા કરોડોના ખર્ચે એગ્રો પ્રોસેસીંગ યુનિટ મજુર કરવામાં આવ્યું છે જેના પરિણામે આસપાસના વિસ્તારના હજારો આદિવાસી ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર, જિ. કારો. અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર વસાવા, અગ્રણી સર્વશ્રી વિપુલ વસાવા, મોગરાબેન, વનિતાબેન વસાવા, મોહનભાઇ વસાવા, દરિયાબેન વસાવા, વાલજીભાઈ વસાવા, અમીશભાઈ તેમજ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો