October 12, 2024

*સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું*

Share to

*નાલેજ ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત પાંચ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને લોકોને માતાના નામનું વૃક્ષ વાવવા માટે આહ્વાન કર્યું હતું. જેની પાછળનો ઉદ્દેશ સમગ્ર દેશને હરિયાળો બનાવીને પ્રદુષણ સામે લડવાનો છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાલેજ ખાતે સાંસદ શ્રી જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ દ્વારા એક દિવસીય વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે સાંસદ શ્રી જશુભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવાની વડાપ્રધાનશ્રીની નેમને સાર્થક કરવા તેમના જન્મદિવસ નિમિત્તે ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કર્યું છે. તેમણે લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવીને ઉછેરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન રાઠવા, નાયબ વન સંરક્ષક શ્રી વી.એમ. દેસાઈ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, અગ્રણીશ્રીઓ દ્વારા મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
*******

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to