14 સપ્ટેમ્બર હિન્દી દિવસ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ગરુડેશ્વર ખાતે ઉજવવામાં આવ્યો. કોલેજના આચાર્યશ્રી ડોક્ટર તરુલતાબેન ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનો ઉદ્દભવ અને વિકાસ વિશે વિસ્તૃત જાણકારી આપી. હિન્દીના અધ્યાપક ડોક્ટર ધર્મેન્દ્રભાઈ વસાવા એ 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ કેમ ઉજવવામાં આવે છે એ માટે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં અને તે અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક વિદ્યાર્થીઓ ભાગ લઈ હિન્દી ભાષાનું મહત્વ શું છે એ જાણ્યું અને હિન્દી ભાષાનો પ્રચાર પ્રચાર માટે પ્રતિજ્ઞા પણ કરી.
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.