October 12, 2024

સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ “એક પેડ મા કે નામ”  અને ગરીબ કલ્યાણ મેળો એમ ચારે મહત્વપૂર્ણ અભિયાનોમાં ભરૂચ વાસીઓને સહભાગી બનવા અનુરોધ કરતા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી*

Share to

*ભરૂચ જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે*

*સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા અભિયાન અને સેવાસેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કાની સાથે-સાથે “એક પેડ મા કે નામ” અને ગરીબ કલ્યાણ મેળો હાથ ધરાશે*


*જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા દ્રારા જિલ્લામાં હાથ ધરાનાર તમામ કાર્યક્રમની રૂપરેખા આપી પત્રકાર પરિષદ યોજી*
*****
*તમામ અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો, સરકારી કર્મચારીઓ સરકારની વિવિધ વિભાગની યોજનાકીય સેવાનો લાભ લે તે માટે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ*
*****
*આગામી ૨૭ મી સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ જિલ્લાકક્ષાનો કે.જે.પોલીટેકનિક કોલેજ ભરૂચ ખાતે ‘ગરીબ કલ્યાણ મેળા’ યોજાશે*

***”
ભરૂચ – શનિવાર – સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ૧૭ મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિને વિવિધ જનસુખાકારીના કાર્યોનો પ્રારંભ થનાર છે. જેને અનુલક્ષીને ભરૂચ જિલ્લામાં પણ તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪થી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામા આવનાર છે.
જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષતામાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવ્યુ હતુ. અને તેમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની રૂપરેખા અને સિડ્યુલ પ્રમાણેની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ૧૭ મી સપ્ટેમ્બરના રોજ ભારત સહિત ગુજરાત અને ભરૂચ જિલ્લામાં પણ એક પેડ માં કે નામ અભિયાનની ડ્રાઈવ યોજવામાં આવનાર છે. આ મેગા ડ્રાઈવમાં જિલ્લામાં વધુને વધુ નાગરિકો સહભાગી બની માતાની યાદમાં, એમનાં નામે એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવા અને પ્લાન્ટેશન ડ્રાઈવના અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યુ કે, રાજ્ય સરકારના પારદર્શી, સંવેદનશીલ અને પ્રો-એક્ટિવ વહીવટી તંત્રને વધુ વેગવાન બનાવીને પ્રજાજનોની વ્યક્તિગત રજૂઆતોના સ્થળ પર નિકાલ માટેના અભિનવ પ્રયોગ “સેવાસેતુ” ના ૧૦મા તબક્કાના ભરૂચ જિલ્લામાં કરવામાં આવેલા આયોજનની પણ વિગતો આપી હતી. જે આગામી સમયમા તારીખ ૧૭ થી ૩૧ મી ઓક્ટોબર સુધી જિલ્લાના નવ તાલુકામાં સરકારની મહેસૂલ, આરોગ્ય, વાહનવ્યવહાર સહિતના વિવિધ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ નજીકના સેવાસેતુ સ્થળે જ નાગરિકોને કર્મયોગીઓ દ્વારા આપવામાં આવશે.
કલેકટર શ્રીએ માહિતિ આપતાં જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામા આગામી તારીખ ૧૪મી સપ્ટેમ્બર થી ૨ ઓકટોબર સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી ગ્રામીણ અને શહેરી વિસ્તાર આઈકોનિક જગ્યાઓની સાફસફાઈ આવરી લેવામાં આવશે જેમાં જનભાગીદારી થકી સ્વચ્છ અને સુઘડ શહેર-ગામ બનાવવામાં આવશે. જયારે આગામી સમયમાં કે.જે.પોલીટેકનિક ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળાની વિશેની વિગતો આપી હતી.
ભરૂચ જિલ્લામાં ‘સેવા સેતુ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર ‘ગરીબ કલ્યાણ મેળા’ સંદર્ભે સંબંધિત વિભાગો ધ્વારા જરૂરી વિસ્તૃત વિગતો રજૂ કરવામાં આવી હતી.
આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેકટર શ્રી એન. આર. ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સુ.શ્રી. નૈતિકા પટેલ, ચીફ ઓફિસર શ્રી અને પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રસાર-પ્રચારમાં સક્રિય ભાગીદારી નોંધાવી જિલ્લાના નાગરિકો સુધી જનસુખાકારીનો સંદેશ પ્રસરાવવાની નેમ વ્યક્ત કરી હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.


Share to