October 8, 2024

જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા ના  અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ ***

Share to

જન પ્રતિનિધિઓના પ્રશ્નોનો સરળતાથી, ઝડપી અને હકારાત્મક નિકાલ કરવા અધિકારીશ્રીઓને તાકિદ કરતા જિલ્લા કલેક્ટરશ્રી

ભરૂચ – શનિવાર – ભરૂચ જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં આજ રોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચના ધારાસભ્યશ્રી રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્યના શ્રી અરૂણસિંહ રણા અને ઝઘડીયાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવા ની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
સરકારશ્રીની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.
જેમાં જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમાનુસાર અને નિયત સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ તાકિદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, અને બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. આર. જોશી, પ્રાયોજના વહીવટદારશ્રી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી સર્વશ્રી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Share to

You may have missed