લાયસન્સ મેળવવા ઝઘડીયા,વાલીયા, નેત્રંગ તાલુકાના અરજદારો જોગ
ભરૂચ – શનિવાર – ઓકટોમ્બર-નવેમ્બર – ૨૦૨૪ માં આવતા દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડાના હંગામી સંગ્રહ /વેચાણનો પરવાનો મેળવવા માંગતા ઝઘડીયા/વાલીયા/નેત્રંગ તાલુકાના અરજદારોએ તા.૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં નિયત નમુનાના અરજી ફોર્મ (એ.ઈ.-૫) જરૂરી વિગતો ભરી આ કચેરી ખાતે ૩ (ત્રણ) નકલોમાં રજુ કરવાની રહેશે. ફોર્મમાં સંપુર્ણ વિગતો તથા અરજી ફોર્મ ઉપર રૂ.૩/- ટીકીટ લગાવી નીચેના આધાર પુરાવા સામેલ રાખવાના રહેશે.
(૧) “૦૦૭૦-૬૦-૧૦૩-૦૦” બીજી વહીવટી સેવાઓ (O.A.S.) સદરે રૂ.૩૦૦/- દારૂખાનું રાખવાનો પરવાનો મંજુર કરવાની અરજીની તપાસણી માટે રૂ.૬૦૦/- પરવાના ફ્રી એમ મળી કુલ રૂ.૯૦૦/-જમા કરાવી તેનું અસલ ચલણ સામેલ રાખવું.
(૨) સુચિત સ્થળોનો એપ્રુવ નકશો જેમાં સદર સ્થળની ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર,શાળા,કોલેજો,હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઇમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આવરી લેવાની રહેશે.
(૩) પોતાની ઓળખ અંગેના સ્વપ્રમાણિત કરેલા પાસપોર્ટ સાઇઝના ૦૨(બે) ફોટા તથા આઇ.ડી.પ્રુફ જેમ કે આધારકાર્ડ/ચુંટણી કાર્ડ.
(૪) માંગણીવાળી જગ્યાની માલિકી અંગેના પુરાવા/અગર સ્થળ ભાડાનું હોય તો ભાડા -પાવતી તેમજ માલિક દ્ર્રારા સદર જગ્યાએ હંગામી ફટાકડા વેચાણ-સંગ્રહ કરવા અંગેની સંમતિ દર્શાવતું એફીડેવીટ.
(૫) નગરપાલિકા/ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ “ના વાંધા પ્રમાણપત્ર” (એન.ઓ.સી)
(૬) ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું પ્રમાણપત્ર.
(७) સ્થાનિક સંસ્થા પાસે કોઇપણ પ્રકારની સરકારી વસુલાત બાકીમાં ન હોવા બાબતનું પ્રમાણપત્ર.
(८) ગત વર્ષે હંગામી ફટાકડાવેચાણ-સંગ્રહ અંગેનો પરવાનો મેળવેલ હોય તો તેની સ્વપ્રમાણિત કરેલ નકલ.
તા.૩૧/૦૮/૨૦૨૪ બાદ મળેલ અરજીઓ તથા અધુરી વિગતોવાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ઝઘડીયા દ્રારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતુ.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,