October 8, 2024

ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કેવડિયાના મૃતક યુવાનોનો આમલઝર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

Share to

પોલીસ દ્વારા કેવડીયા ખાતે શ્રદ્ધાંજલિમાં જનાર આગેવાનોને અટકાવતાં ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ગામડે ગામડે બંને મૃતક યુવાનોના શ્રદ્ધાંજલિ કાર્યક્રમો રાખવાનું ઠરાવવામાં આવ્યું

કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટ્રાયબલ મ્યુઝિયમની બિલ્ડિંગના બાંધકામના સ્થળે ચોરી કરવા આવેલા હોવાનું જણાવી બે યુવાનોને ઢોર મારતા તેઓ બંનેના મૃત્યુ થયા હતા. આ મૃતક યુવાનોની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પોલીસ દ્વારા આદિવાસી આગેવાનોને નહીં પહોંચવા દઇ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા જેના સંદર્ભમાં ઝઘડિયા તાલુકાના આમલઝર ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવા ના માર્ગદર્શનથી ગામની ગ્રામસભા બોલાવવામાં આવી હતી અને કેવડિયાના બે આદિવાસી યુવાનો જયેશભાઈ તડવી અને સંજયભાઈ તડવીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયામાં જે ટ્રાઇબલ મ્યુઝિયમની બિલ્ડીંગનું બાંધકામ ચાલે છે તે જગ્યાએ નજીવી ચોરીના બહાના હેઠળ નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેનો શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિરસામુંડા ચોક આમલઝર ખાતે રાખવામાં આવ્યો હતો, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે તા.૧૩.૮.૨૪ ના રોજ સમગ્ર આદિવાસી સમાજ દ્વારા રાખવામાં આવેલ હતો, પરંતુ સરકાર અને પોલીસ દ્વારા આ કાર્યક્રમ થવા દીધો ન હતો, સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો અને પીડિત પરિવારને અને આમ જનતાને પણ ડિટેન અને નજરકેદ કરવામાં આવ્યા હતા, જેના કારણે ગુજરાત અને સમગ્ર દેશના આદિવાસીઓ સ્વયંભૂ રોષે ભરાયેલા છે, જેના અનુસંધાને છોટુભાઈ વસાવા ઉપરોક્ત શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગામડે ગામડે રાખવાનું આહવાન કર્યું હતું, જે અન્વયે ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્ર દિને આમલઝર ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરી પીડિત પરિવાર યુવાનોને ન્યાય મળે અને સાચા આરોપીઓને સખત સજા થાય તેવી સરકાર સમક્ષ માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો યુવાનો બહેનો અને બાળકો હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી.


Share to

You may have missed