December 20, 2024

જુનાગઢ દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને  જુનાગઢ  પોલીસે પકડી પાડ્યો

Share to

. જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી. નિલેષ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી,લૂંટ, ઘરફોડ વિગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવેલ.જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી નીકીતા સીરોયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે.ના વિસ્તારમા બનતા મિલ્કત સંબંધી તથા ચોરી જેવા ગુન્હાઓ ડામવા સુચના માર્ગદર્શન કરતા તેમજ એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી નાઓએ સર્વલન્સ સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય એન.સોલંકી નાઓને કડક કાર્યવાહી કરવા સુચના કરતા સર્વલન્સ સ્ટાફના માણસોને સુચના આપેલ હોય જે અનુસંધાને એ.ડીવી.પો.સ્ટે.માં ગુન્હો તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ રજી.થયેલ જેમાં આ કામેના ફરીયાદીની હીરો કપંનીની સ્પ્લેન્ડર પ્લસ રજી.નંબર GJ 32 J 2627 કી.રૂ. ૩૫૦૦૦/-ની દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસેથી કોઇ અજાણ્યા ઇસમએ ચોરી કરેલ હોય અને સદરહુ ગુનો અનડીટેકટ હોય.

જેથી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી નાઓએ સદરહુ ગુન્હા બાબતે તુરંત જ સર્વલન્સ સ્ટાફના માણસોને ગુન્હામા ગયેલ મુદામાલ તથા આરોપી શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરતા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ વાય એન.સોલંકી તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન વિશ્વાસ પ્રોઝેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો.કોન્સ વીકમભાઈ મનસુખભાઇ નાઓને સંયુક્તમા બાતમીદારો મારફતે હકીકત મળેલ કે, દોલતપરા જી.આઇ.ડી.સી. મા એક ઇસમ ચોરી કરેલ મોટર સાયકલ સાથે ઉભેલ છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી ઉપરોક્ત ગુનામાં ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર GI 3212627 સાથે મળી આવતા સદર મો.સા. કી.રૂ. ૩૫,૦૦૦/- ની ગણી ઉપરોક્ત ગુનાના કામે કબ્જે કરેલ અને આગળની તપાસ પો.સબ.ઇન્સ તો વી.એલ.લખધીર નાઓએ સંભાળેલ છે

(૧) પકડાયેલ આરોપી
ભનુ ઉર્ફે દીનેશ કેશુભાઇ વાઘેલા , જુનાગઢ દોલતપરા ૬૬ કેવી પાસે ઝુપડામા(૨) આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ-હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર GJ 32 J 2627 કી.રૂ. ૩૫000/-

આ કામગીરી એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી તથા પો.ઇન્સ.શ્રી એમ.સી.પટેલ તથા પો.સબ.ઈન્સ વાય.એન.સોલંકી તથા પો.સબ.ઇન્સ વી.એલ લખધીર તથા નેત્રમ શાખા પો.સબ.ઇન્સ પી.એસ.મશરૂ તથા પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઈ ગેલાભાઈ તથા પો.કોન્સ વિક્રમભાઈ મનસુખભાઈ તથા પો.કોન્સ નરેદ્રભાઈ નારણભાઈ તથા પો.કોન્સ જુવાનભાઈ રામભાઇ તથા પો.કોન્સ જયેશભાઈ પ્રતાપભાઇ તથા પો કોન્સ વિક્રમભાઇ નારણભાઈ તથા પો.કોન્સ નિલેષભાઇ રાતીયા તથા પો.કોન્સ ધર્મેશભાઈ વાહેળ તથા નેત્રમ શાખાના પો કોન્સ હાર્દીકભાઇ સીસોદીયા તથા વુ.પી.કોન્સ પાયલબેન વકાતર નાઓએ સાથે રહી કામગીરી કરીને આરોપીને પકડી પાડ્યો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed