*લોકેશન કચ્છ*
*મહાકાલ રૂપને ભસ્મ દ્વારા આરતી કરી સિંગાર કરવામાં આવ્યો હતો. આરતી નું આયોજન દેશલપર રામેશ્વર ગ્રુપ ,દેશલપર ગ્રામજનો તેમજ ઈશ્વર આશ્રમના સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવી હતી.*
*આરતી ઉતારવા ટાઈમે ડાકલિયાઓ ડમરૂ વાદકો અને ભવ્યાતી ભવ્ય સંગીતમય આરતી એ રંગ જમાવ્યો હતો.*
*આરતી અજાપર મોમાય ટેકરીના મહંત મુલગીરી બાવાજી કિશન બાવાજી મોહનબાવાજી તેમજ અન્ય પૂજારીઓ દ્વારા ઉતારવામાં આવી હતી રામેશ્વર ગ્રુપ શ્રાવણીયા સોમવારમાં આરતીનું આયોજન કરે છે.*
*આરતીમાં ઘણા બધા દર્શનાર્થીઓએ ભસ્મ આરતીનો લાભ લઈ અને ઉજ્જૈન મહાકાલેશ્વર ભસ્મ આરતી જેવો આનંદ લીધો હતો… જય રામેશ્વર….આરતી માં ઈશ્વર આશ્રમના મહંત શ્રી મોહનદાસજીના આશીર્વાદ મળ્યા હતા.*
*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.