દેશ આજે 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો. વહેલી સવારે પીએમ મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે. આ અંતર્ગત આઝાદીના 100માં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.