October 12, 2024

ઝગડીયામા ખરાબ રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યાના મુદ્દે ઝઘડિયાના ગ્રામજનોનું ગ્રામ પંચાયતને આવેદન

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ત્રણ દિવસમાં સમસ્યાઓ હલ નહિ થાયતો ગ્રામજનોની આંદોલનની ચિમકી ઉંચારી..


ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુલતાનપુરાના ગ્રામજનો દ્વારા વિવિધ સમસ્યાઓને લઇને ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતને આવેદન આપવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવાયા મુજબ ઝઘડિયા ગામના રસ્તા ખરાબ થઇ ગયેલ હોઇ ગ્રામજનોને હાલાકિ પડે છે. ઉપરાંત ગામમાં પીવાનું પાણી સમયસર મળતું નથી,વળી વોર્ડ નંબર ૭ માં લાઇટનો અભાવ છે તેથી સ્થાનિકોએ ભારે અગવડ ભોગવવી પડે છે.વળી રખા ફળિયામાં રસ્તા પર વરસાદનું પાણી ભરાઇ રહે છે તેમજ આજુબાજુમાં ઝાડી ઝાંખરા ઉગી ગયેલ હોઇ તેને કાપવા પણ કોઇ આવતું

નથી.ઝઘડિયા સુલતાનપુરાના ગ્રામજનોએ ગ્રામ પંચાયતને આવેદન આપીને વધુમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં અમારી માંગ પુરી નહિ થાયતો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે એમ ચિમકી ઉચ્ચારી હતી.


Share to