September 8, 2024

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકો તિરંગો આપી અભિયાન અંગે સમજ આપી ——-

Share to

હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરી તિરંગાનું વિતરણ કરતું પોલીસ વિભાગ

રાજપીપલા, શુક્રવાર :- દેશની આઝાદીના ૭૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આહ્વાન કર્યું છે. ત્યારે સમગ્ર રાજય સહિત નર્મદા જિલ્લામાં તા. ૧૦મી થી ૧૪મી ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે.

દેશના સ્વાભિમાન એવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે. આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર-ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે.

નર્મદા જિલ્લામાં આ અભિયાન વેગવંતુ બને અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશયથી પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલ અને પોલીસની ટીમ દ્વારા રાજપીપલાના વિવિધ વિસ્તારોમાં જઇને નાગરિકોને તિરંગાનું વિતરણ કર્યુ હતું.


Share to

You may have missed