December 5, 2024

જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ દ્વારા ઓનલાઈન મોડ વિશ્વ આદિવાસી દિવસ”ની  ઉજવણી કરવામાં આવી.

Share to

જૂનાગઢ તા. ૦૯/૮ પ્રતિ વર્ષ ૯ ઓગસ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” નાં રૂપમાં મનાવવામાં આવે છે.તે અંતર્ગત યુનાઇટેડ નેશન્સ દ્વારા આ વર્ષે આદિવાસી દિવસની યુનાઇટેડ નેશન્સ દ્વારા આદિવાસી દિવસની થીમ ‘Protecting the Rights of Indigenous Peoples in Voluntary Isolation and Initial Contact’ રાખવામાં આવેલ છે જેને અનુલક્ષીને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીનાં માર્ગદર્શન તળે ઓનલાઈન મોડ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો પ્રારંભ કરવાતા યુનિ.નાં કુલપતિ પ્રો.ચેતન ત્રિવેદી એ જણાવ્યુ હતુ કે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ જીવવાની કળાના જાણકાર આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરાઓ અને રીતિ- રિવાજો ભલે અલગ ઓળખ ધરાવતા હોય તેઓએ દેશની આઝાદીના સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહિસાગરના માનગઢમાં ગુરૂ ગોવિંદના નેતૃત્વમાં ૧૬૦૦ આદિવાસીઓની શહીદી, વિજય નગરના શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસી વીરોના બલિદાન એ આપણા દેશના ઇતિહાસના સુવર્ણ અક્ષરોમાં લખાયેલા છે
ઓનલાઇન મોડ થી વ્યાખ્યાન માળામાં જોડાયેલ સમાજશાસ્ત્રી અને પ્રોફેસર સમાજશાસ્ત્ર વિભાગ સરદાર પટેલ યુની.ના પ્રો.રમેશ મકવાણા એ ભારત સરકારશ્રીની આદિવાસી સમુદાય માટેની વિવિધ યોજનાઓ તેમના બંધારણીય અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપી પ્રવર્તમાન સમય વિકસિત ભારતની સંકલ્પ ના સિદ્ધ કરવામાં આદિવાસી યુવકોની ભૂમિકા સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ભારતમાં આદિવાસી વસ્તીનું ભૌગોલીવર્ગીકરણ,આદિવાસી વિકાસ અંગેના જૂદા જૂદા સમાજ્શાસ્ત્રીઓના અભિગમો, વિકાસની પ્રક્રિયામાં સહભાગીદારી વધે તે માટેની સરકારશ્રીની આદિવાસી સમુદાય માટેની વિવિધ યોજનાઓ તેમના બંધારણીય અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપી પ્રવર્તમાન સમય વિકસિત ભારતની સંકલ્પના સિદ્ધ કરવામાં આદિવાસી યુવકોની ભૂમિકા સંદર્ભે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અંતમાં આદિવાસી વિકાસ સામેના વિવિધ પડકારો અને તેના નિવારણ માટેના ઉપાયો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા
આ કાર્યક્રમના પ્રાંરભમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ, પ્રો.જયસિંહ ઝાલાએ પ્રારંભે મુખ્ય વક્તા અને ઓનલાઇન માધ્યમથી જોડાયેલ સૈા કોઇને આવકારી કાર્યક્રમની પૂર્વભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીએ આદિવાસીના પ્રશ્નો અને તેમના અધિકારો માટેની જાગૃતિ લાવવા તેમજ રાષ્ટ્ર નિર્માણ અને પર્યાવરણીય સંરક્ષણમાં તેમના યોગદાનને ઉજાગર કરવાનો પ્રયાસ છે. કાર્યક્રમનાં અંતે આભાર દર્શન ડૉ. ઋષિરાજ ઉપાધ્યાએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો પરાગ દેવાણીએ સંભાળ્યુ હતુ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed