_જૂનાગઢ માં Levi’s નાં સ્ટોરમાં નોકરી કરતાપિયુષભાઈ વાઢેરનું અગત્યના ડોક્યુમેન્ટ્સનું બેગ ખોવયજતા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધીનેઅરજદારને પરત કર્યું

Share to



_જૂનાગઢ રેન્જના  આઈજી  નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા  હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર પિયુષભાઇ નાથાભાઇ વાઢેર જૂનાગઢના વતની હોય, તથા Levi’s નાં સ્ટોરમાં નોકરી કરતા હોય પિયુષભાઇ મધુરમથી મોતીબાગ સ્ટોરએ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. મોતીબાગ ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું  બેગ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, જે બેગમાં આધાર કાર્ડ, પાન કાર્ડ વિગેરે જેવા ડોક્યુમેન્ટ્સ, ટિફીન બેગ તથા ચાર્જર વિગેરે જેવો કિંમતી સામાન હોય.* પિયુષભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? પિયુષભાઇના જરૂરી ડોક્યુમેન્ટ્સ તે બેગમાં હોય. જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ હરસુખભાઇ સિસોદીયા, ચેતનભાઇ સોલંકી, શિલ્પાબેન કટારીયા, એન્જીનીયર યુક્તિબેન ભારથી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી પિયુષભાઇ  વાઢેર મોતીબાગ જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા પિયુષભાઇ પોતાનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલી ગયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-07-VW-5123 શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પિયુષભાઇ વાઢેરનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને પિયુષભાઇએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ બેગ શોધી આપતા તેણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા પિયુષભાઇ નાથાભાઇ વાઢેરનું અગત્યના ડોક્યુમેન્ટ્સ સહિતના સામાનનું  બેગ ગણતરીની ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed