ચૂંટણી પંચ દ્વારા મતદાન કેન્દ્રો ઉપર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે ભેદભાવ કેમ કરાયો??

Share to



ઈકરામ મલેક: રાજપીપળા, નર્મદા

લોકસભા ચૂંટણીમા વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા

અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં આવેલા મતદાન કેન્દ્રો ઉપર ભીષણ ગરમી થી રક્ષણ માટે માંડવા બાંધવામાં આવ્યા હતા, ઠંડા પાણી ના જગ, વૈટિંગ માટે કુરસીઓ, વિકલાંગો અને અશક્તો માટે વહીલચેર અને ગરમીના પ્રકોપ થી બચાવવા ORS પણ આપવામાં આવ્યા હતા.

જ્યારે ડેડીયાપાડા ના કેટલાક મતદાન કેન્દ્રો ઉપર મતદાન કરવા આવનાર મતદાતા મહિલા, પુરુષો, વૃદ્ધ અને અશક્ત લોકો ભીષણ ગરમી મા પણ ખુલ્લા તાપ મા લાઈનો મા ઉભેલા જોવામાં આવ્યા હતા..

તંત્ર દ્વારા છાંયડા માટે શમિયાના જેવું પણ કંઈ બાંધવામાં આવ્યું નોહતું, તેમજ વહીલચેર કે અન્ય  કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોય એવું જણાયું નોહતું, પીવાના પાણી  ના જગ સુધ્ધા મુકાયેલા જોવા મળ્યા નોહતા.

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવના પોતાના ગામ ના મતદાન કેન્દ્ર ઉપર પણ વૈટિંગ મા ઉભેલા મતદારો ગરમી મા શેકાયા હતા.

  જ્યારે શહેરી વિસ્તારોમાં મતદાન કરવા આવનાર લોકો માટે સારી એવી સુવિધાઓ ઉભી કરાઈ હતી, ત્યારે ચૂંટણી પંચે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના મતદારો વચ્ચે આવો ભેદ કેમ રાખ્યો ? એવો પ્રશ્ન ઉદભવી રહ્યો છે.


Share to