સમગ્ર રાજ્ય મા કંગાળ મતદાન સામે ડેડીયાપાડા અને નાંદોદ તાલુકા એ મોખરાનું સ્થાન મેળવ્યું

Share to



ઈકરામ મલેક: રાજપીપલા

લોકસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રકારની પ્રચાર પ્રસાર ના ગતકડાં કરવા છતાં રાજ્ય મા નીરસ અને એકંદરે કંગાળ મતદાન થયું છે. સરેરાશ 50 થી 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે, ત્યારે પોતાના જોરદાર મતદાન ટકાવારી માટે જાણીતા એવા ટ્રાયબલ જિલ્લા નર્મદાના ડેડીયાપાડા એ 78.63% અને નાંદોદ તાલુકા એ 69℅ જેટલું નોંધપાત્ર મતદાન આપ્યું છે.


ચૂંટણી પંચ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મતદારો માટે મતદાન કેન્દ્રો ઉપર ઉભી કરવામાં સુવિધાઓ મા ભેદભાવ કરવામાં આવ્યો હોવા છતાં ઓછી અને તદ્દન નજીવી સુવિધાઓ વચ્ચે પણ આદિવાસી ગ્રામીણ વિસ્તારોમાં મતદાતાઓ એ નોંધપાત્ર મતદાન કર્યું છે.


Share to