પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૯-૦૪-૨૪.
નેત્રંગ નગર ના વિવિધ વિસ્તારો મા ગ્રામપંચાયત હસ્તક સ્ટીટ લાઈટો થાંભલે થાંભલે લગાવામા આવી છે. જેના માટે સાત જેટલા વીજકંપની તરફથી મીટરો મુકવામા આવેલ છે.
છેલ્લા કેટલાક સમયથી ગ્રામપંચાયત આથિઁક સંકટ મા છે. જેને લઇ ને અગાઉ ફેબુઆરી માસમા સ્ટીટ લાઇટ ના વીજ વપરાશ નુ બીલ રુપિયા પાંચ લાખ ઉપરાંતનુ બાકી પડતા વીજકંપનીએ તાત્કાલિક અસર થી વીજ કનેકશન કાપી નાખવામા આવેલ.
તેવા સંજોગોમા આથિઁક સંકટ હોય. વહીવટ કતાઁઓ એ કરકસર કરી વહીવટ કરવાનો હોય છે. ત્યારે નગરમા થાંભલે થાંભલે ફીટ કરવામા આવેલ સ્ટીટ લાઇટો ભર ઉનાળે ધોળે દિવસે નગરના મોટા ભાગના વિસ્તારો મા આજે સ્ટીટ લાઇટો ચાલુ જોવા મળી રહી છે. સ્ટીટલાઇટો કોઇક ટેક્નિક ખામીના કારણે ચાલુ રહે છે.કે કેમ તે બાબતે સરપંચ તેમજ તલાટી દયાન આપે તેવુ નગરજનોમા ચચાઁઇ રહ્યુ છે.
*વિજય વસાવા નેત્રંગ*