ઉમેદવારી પત્ર ભરતા પહેલા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ કર્યુ શક્તિ પ્રદર્શન,

Share to



જશુભાઈ રાઠવા એ પાંચ લાખ કરતા વધારે મતોથી છોટાઉદેપુર લોકસભાની બેઠક જીતવા વિશ્વાસ વ્યક્ત કર્યો

છોટાઉદેપુર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા એ છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો  સાથે રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું હતું
ભારતીય જનતા પાર્ટી દ્વારા જશુભાઈ રાઠવા ને ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર લોકસભાની બેઠક માટે ટિકિટ આપવામાં આવી છે જશુભાઈ રાઠવા જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને આદિવાસી વિસ્તારમાં ખૂબ ખૂબ ચાહના  મેળવનાર જશુભાઈ રાઠવા પર પાર્ટી એ પસંદગી કરી છે ખાસ કરીને પૂર્વ પટ્ટી વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અને જેમાં મોહનસિંહ રાઠવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને છોટાઉદેપુર વિધાનસભા માં તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય તરીકે  છે ત્યારે ટૂંક સમય પહેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા નારણભાઈ રાઠવા પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને તેમના પુત્ર સંગ્રામભાઈ રાઠવા પણ  ભાજપનો ખેસ ધારણ કર્યો છે ત્યારે હાલમાં કોંગ્રેસમાં ખાલી સુખરામભાઈ રાઠવા જ છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના દિગજનીતા તરીકે રહ્યા છે ત્યારે કોંગ્રેસે સુખરામભાઈ રાઠવા ની જ પસંદગી કરી છે અને તેમને જ લોકસભા ના ઉમેદવાર બનાવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જશુભાઈ રાઠવા છે અને કોંગ્રેસમાં સુખરામભાઈ રાઠવા છે હવે આવનારો સમય બતાવશે કે પ્રજા કોના પર વિશ્વાસ મૂકે છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાંથી જશુભાઈ રાઠવા એ ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તે પહેલા નિશાળ સંખ્યામાં જનસભા ને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે પાંચ લાખ કરતા વધારે મતથી છોટાઉદેપુર લોકસભાની બેઠક જીતવાની છે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો



ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed