છોટાઉદેપુર કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા એ ઉમેદવારી પત્ર ભરવા જતા પેહલા જનસભા ને સંબોધન કર્યું

Share to


છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા આજે લોકસભા નો ઉમેદવારી ફોર્મ ભરવા માટે છોટાઉદેપુર ખાતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા  જગદીશભાઈ ઠાકોર અને રાષ્ટ્રીય નેતા ઉષા નાયડુજી
ઉપસ્થિત રહ્યા હતા સુખરામભાઇ રાઠવા જેવો કોંગ્રેસ તરફથી છોટાઉદેપુર લોકસભા ના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું અને તે પહેલાં એમને ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું સુખરામભાઇ રાઠવા પૂર્વ કોંગ્રેસ ગુજરાત પ્રમુખ રહી ચૂક્યા છે અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટો ચહેરો કોંગ્રેસનો ગણાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જશુભાઈ રાઠવા ની ટિકિટ આપી છે અને કોંગ્રેસ તરફથી સુખરામભાઇ રાઠવા છે ત્યારે આ બંને વચ્ચે કાંટેની ટક્કર જોવા મળી રહી છે ત્યારે આજે
તારીખ ૧૬/૦૪/૨૦૨૪ મંગળવારે અષ્ટમીના અત્યંત શુભ દિવસે છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર  સુખરામભાઈ રાઠવા ઉમેદવારી પત્ર ભરવા જતા પેહલા મહાસભા નું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારોની સખ્યામાં છોટાઉદેપુર લોકસભાની  જનતા અને કોંગ્રેસ કાર્યકરો જોડાઈ અને આ વિશેષ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા  જગદીશભાઈ ઠાકોર અને રાષ્ટ્રીય નેતા ઉષા નાયડુજી ઉપસ્થિત રહ્યા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતોઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to